Home /News /national-international /પીએફઆઈ વિરુદ્ધ એક્શનમાં સરકાર, લાગી શકે છે પ્રતિબંધ: એજન્સીઓએ બનાવી ખાસ રણનીતિ

પીએફઆઈ વિરુદ્ધ એક્શનમાં સરકાર, લાગી શકે છે પ્રતિબંધ: એજન્સીઓએ બનાવી ખાસ રણનીતિ

ભારતમાં લાગી શકે છે પીએફઆઈ પર પ્રતિબંધ, એજન્સીઓએ બનાવ્યો પ્લાન

Popular Front of India: વિદેશી ફંડીંગ સહિત, દેશ વિરોધી ગતિવિધિઓમાં આ ધનનો ઉપયોગ સહિત કેટલાય ગંભીર આરોપ પીએફઆઈ પર લાગ્યા છે. એજન્સીઓ ડોઝિયરના આધાર પર એક ઠોસ યોજના તૈયાર કરી રહી છે.

  નવી દિલ્હી: પોપ્યુલર ફ્રંટ ઓફ ઈંડિયા પર પ્રતિબંધની વાત 2017થી ચાલી રહી છે. પમ હજૂ સુધી તેને પ્રતિબંધ નહીં કરવાનું એક મોટુ કારણ એજન્સીઓમાં એકમત નહીં હોવાનું છે. આ વખતે અલગ અલગ એજન્સીઓ સમન્વિત અને સંયુક્ત રીતે કાર્યવાહી કરી રહી છે. એટલા માટે આશા વ્યક્ત થઈ રહી છે કે, કોઈ ઠોસ નિર્ણય લેવાઈ શકે છે.

  એક અધિકારીએ કહ્યું કે, વિદેશી ફંડિંગ સહિત, દેશ વિરોધી ગતિવિધિયોમાં આ ફંડ ઉપયોગ સહિત કેટલાય ગંભીર આરોપ પીએફઆઈ પર લાગ્યા છે. એજન્સીઓ ડોઝિયરના આધાર પર એક ઠોસ યોજના તૈયાર કરી રહી છે, જેના આધાર પર ભવિષ્યમાં સંગઠનની ગતિવિધિઓ પર ગાળીયો કસાઈ શકે છે.

  અધિકારીઓએ કહ્યુ કે, વર્ષ 2017માં રાષ્ટ્રીય તપાસ એજન્સીઓએ પીએફઆઈ પર એક વિસ્તૃત ડોઝિયર તૈયાર કર્યું હતું, પણ તેને આતંકવાદ વિરોધી ગેરકાયદેસર પ્રવૃતિઓ, અધિનિયમ (યુએપીએ) અંતર્ગત ગેરકાયદેસર ઘોષિત નથી કરી શકાયું, કારણ કે તેના પર એજન્સીઓ અને અધિકારીઓના મતમાં ભાગલા પડતા હતા.

  આ પણ વાંચો: પીએફઆઈની રેલીમાં લાગ્યા ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા, પુણેમાં થયો મોટો હોબાળો

  જૂન 2022માં એજન્સીઓએ મની લોન્ડ્રીંગનો આરોપ લગાવતા દાવો કર્યો હતો કે, પીએફઆઈને વર્ષ 2009થી અત્યાર સુધીમાં 60 કરોડ રૂપિયાથી વધારે મળ્યા છે, જેમાં 30 કરોડથી વધારે રોકડ જમા રકમ પણ સામેલ છે. પીએફઆઈનો દાવો હતો કે, ફંડ ઘરેલૂ સ્તર પર એકઠું થયું હતું. પણ એજન્સીઓ પીએફઆઈના દાવાને કાઉંટર કરવાની સાથે સાથે અત્યાર સુધીમાં 500 કરોડથી વધારેનું ફંડીંગ ખાડી દેશોમાંથી મળવાનો દાવો કરી ચુક્યું છે.

  આપને જણાવી દઈએ કે, વર્ષ 2021માં પણ આઈબી દ્વારા આયોજીત વાર્ષિક પોલીસ બેઠકમાં આસામ, તેલંગણા અને ઉત્તર પ્રદેશના પોલીસ અધિકારીઓએ રજૂ કરેલી પ્રસ્તુતીમાં સંગઠનની કથિત કટ્ટરપંથી પ્રવૃતિઓની વાત કરી હતી.
  Published by:Pravin Makwana
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन