Home /News /national-international /PFI Raid: PFIના તાર ગુજરાત સાથે જોડાયાં? સાત રાજ્યોમાં દરોડા, 150થી વધુની ધરપકડઃ સૂત્ર

PFI Raid: PFIના તાર ગુજરાત સાથે જોડાયાં? સાત રાજ્યોમાં દરોડા, 150થી વધુની ધરપકડઃ સૂત્ર

ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં દરોડા પાડવામાં આવ્યાં છે.

PFI Raid: કેન્દ્ર સરકાર PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા) સામે કડક પગલાં લઈ રહી છે. ત્યારે વધુ સાત રાજ્યોમાં દરોડા પાડ્યા હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે.

    નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર એક તરફ PFI સામે કડક પગલાં રહી છે. ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે જાણવા મળ્યું છે કે, સમગ્ર દેશમાં PFI સંસ્થા સાથે જોડાયેલા સદસ્યો સહિત સંસ્થાઓ સામે કેન્દ્રીય તપાસ એજન્સી NIA અને EDએ વધુ એક જોઇન્ટ ઓપરેશન પાર પાડ્યું છે. સાત રાજ્યોમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તેમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ગુજરાત, આસામ, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

    અત્યાર સુધીમાં 170થી વધુની ધરપકડ


    NIAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આજે સર્ચ ઓપરેશનમાં કેન્દ્રીય જાસૂસ એજન્સી IB અને રાજ્ય પોલીસની મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, વહેલી સવારથી જ દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે કેટલાંક રાજ્યોમાંથી પોલીસે PFI કેડર્સની અટકાયત કરી છે. 6 વાગ્યા સુધીમાં 170થી વધુ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ PFIના તાર ગુજરાત સાથે જોડાયાં, 15 લોકોની અટકાયત

    ગુજરાતમાંથી 15ની અટકાયત કરી


    મહારાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ દરોડા પાડી PFI સાથે જોડાયેલા લોકો સહિત તેમની સંસ્થાઓ પર ATSના દરોડા પાડ્યા છે. ત્યાં જ ગુજરાત ATS દ્વારા અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાંથી 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાતમાં પીએફઆઈ સક્રિય નથી, પરંતુ તેની રાજનૈતિક પાર્ટી એસડીપીઆઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, જે 15 લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમના તાર વિદેશના કેટલાક લોકો સાથે જોડાયેલા છે. હાલ ગુજરાત એટીએસ આ મામલે સર્ચ ઓપરેશન કરી રહી છે.

    દિલ્હીમાંથી 12 લોકોની ધરપકડઃ સૂત્ર


    સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, દિલ્હીના શાહીનબાગ, જામિયા સમેત અન્ય કેટલાંક વિસ્તારોમાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે અને લોકોની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીઓ સાથે દિલ્હી પોલીસનો સ્પેશિયલ સેલ અને લોકલ પોલીસ સ્ટેશનની ટીમોએ પણ દરોડા પાડવામાં સહયોગ આપ્યો હતો અને એક ડઝન જેટલાં લોકોની ધરપકડ કરી છે. હકીકતમાં, એએનઆઈ અને ઇડીએ ઇનપુટ આપ્યું હતું કે પીએફઆઈ હિંસક પ્રદર્શનની યોજના બનાવી રહી છે. ત્યારબાદ દરેક રાજ્યમાં વારાફરતી રેડ પાડવામાં આવી હતી.

    આ પણ વાંચોઃ 11 રાજ્યોમાં PFIના ઠેકાણાઓ પર NIA-EDની રેડ, 106ની ધરપકડ

    કયા રાજ્યોમાંથી અગાઉ કેટલાંને પકડ્યાં?


    કેરળ-22
    મહારાષ્ટ્ર-20
    કર્ણાટક-20
    તામિલનાડુ-11
    આસામ- 9
    ઉત્તરપ્રદેશ-8
    આંધ્રપ્રદેશ-5
    મધ્યપ્રદેશ-4
    દિલ્હી-3
    રાજસ્થાન-2
    પુડ્ડુચેરી-2

    આ પણ વાંચોઃ કોણ છે PFIના સભ્યો, શું કામ NIA આ વિવાદાસ્પદ સંગઠન પર કરી રેડ?

    PFIના કર્તાહર્તા કોણ છે?


    PFIના પ્રમુખ ઓએમએ સલામ (OMA Salam) છે અને ઉપપ્રમુખ ઈએમ અબ્દુલ રહીમાન છે. અનીસ અહેમદ આ સંગઠનના જનરલ સેક્રેટરી છે. આ સિવાય ત્રણ સચિવ વીપી નસરુદ્દીન, અફસર પાશા અને મોહમ્મદ શકીફ છે. આ કોર કમિટી સિવાય સાત નેશનલ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (NEC)નાં ઘણા સભ્યો છે. આ સભ્યો સંસ્થાના કાર્યસૂચિના અમલીકરણની જવાબદારી સંભાળે છે.


    PFIની 15 કાઉન્સિલ


    તુર્કીના PFI યુનિટમાં ચાર સભ્યો અને એક નેતા છે. આ નેતાનું નામ નૌશાદ મંચેરી કુરીક્કલ છે. PFI પાસે 15 કાઉન્સિલ છે. આ કાઉન્સિલ નાણાં અને શિક્ષણ સમિતિઓ સહિત અનેક ભાગોમાં કાર્યરત છે. PFI પાસે 4-T વિભાગો પણ છે. તેમાં તાજકિયાહ (વિસ્તરણ વિભાગ), તરબિયા (માર્ગદર્શક વિભાગ), તહલીલ (ડિટેક્ટીવ વિભાગ) અને થર્ડીસ (શારીરિક તાલીમ વિભાગ)નો સમાવેશ થાય છે.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: ED Case

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन