CAAની વિરુદ્ધ પ્રદર્શન માટે PFIએ કર્યું 134 કરોડનું ફંડિંગ! EDના રડાર પર કપિલ સિબ્બલ અને ઈન્દિરા જયસિંહ

News18 Gujarati
Updated: January 27, 2020, 2:11 PM IST
CAAની વિરુદ્ધ પ્રદર્શન માટે PFIએ કર્યું 134 કરોડનું ફંડિંગ! EDના રડાર પર કપિલ સિબ્બલ અને ઈન્દિરા જયસિંહ
નાગરિકતા સંશોધન કાયદા સામે વિરોધ પ્રદર્શન

ઉત્તર પ્રદેશમાં CAAના વિરોધ જે હિંસક પ્રદર્શનથયા તેની પાછળ PFIનો હાથ હોવાનું ચર્ચાય છે

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય તપાસ એજન્સી EDએ નાગરિકતા સંશોધન કાયદા (Citizen Amendment Act-CAA)ની વિરુદ્ધ પ્રદર્શનને લઈ મોટો ખુલાસો કર્યો છે. એજન્સીએ દાવો કર્યો છે કે પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI) અને રિહૈબ ઈન્ડિયા ફાઉન્ડેશને CAAની વિરુદ્ધ પ્રદર્શનને ચાલુ રાખવા માટે 134 કરોડનું ફંડ આપ્યું છે. EDની ટીમને PFI સંસ્થા સાથે જોડાયેલા 73 બેંક એકાઉન્ટની જાણકારી મળી છે.

મોટા વકીલોને ફંડ આપવામાં આવ્યું

સૂત્રોના હવાલાથી અહેવાલ છે કે પીએફઆઈના બેંક એકાઉન્ટથી દેશના અનેક મોટા વકીલોને પૈસા આપવામાં આવ્યા છે. તેમાં કપિલ સિબ્બલ અને ઈન્દિરા જયસિંહના પણ નામ સામેલ છે. સૂત્રોનું કહેવું છે કે બે કે ત્રણ દિવસની અંદર 120 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા અને તેને તાત્કાલીક ઉપાડી દેવામાં આવ્યા. પીએફઆઈ તરફથી અનેક મોટા વકીલોને પૈસા મોકલવામાં આવ્યા છે.




PFI પર ઉત્તર પ્રદેશમાં હિંસક પ્રદર્શનનો આરોપ

થોડા દિવસો પહેલા ઉત્તર પ્રદેશ સરકાર PFI પર પ્રતિબંધની માંગ કરી હતી. CAAના વિરોધમાં ઉત્તર પ્રદેશમાં જે રીતે હિંસક પ્રદર્શન થયા, તેની પાછળ PFIનો હાથ હોવાનું કહેવાય છે. ઉત્તર પ્રદેશના ડીજીપી ઓ.પી. સિંહે જણાવ્યું હતું કે રાજ્યના અનેક વિસ્તારોમાં તોફાનો અને તોડફોડ કરવાના આરોપમાં પીએફઆઈના 25 સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી.

શું PFI છે ખતરનાક સંગઠન?

પૉપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (PFI) વિશે કહેવામાં આવે છે કે આ એક કટ્ટર ઈસ્લામિક સંગઠન છે. તેને લઈને કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ સંગઠનના ISIS અને સિમી સાથેના સંપર્કોની તલાશમાં લાગેલી છે. એજન્સીઓને કેટલીક ચોંકાવનારી વિગતો હાથ લાગી છે. પીએફઆઈ વિશે કહેવામાં આવે છે કે તેનું કેરળ મૉડ્યૂલ ISIS માટે કામ કરી રહ્યું હતું. ત્યાંથી તેના સભ્યોએ સીરિયા અને ઈરાકમાં ISIS સાથે જોડાયા હતા.

આ પણ વાંચો, એર ઈન્ડિયાની હરાજી રાષ્ટ્રવિરોધી, કોર્ટના દરવાજા ખખડાવીશ : સુબ્રમણ્યમ સ્વામી
First published: January 27, 2020
વધુ વાંચો
अगली ख़बर