ભારતમાં ઇંધણની કિંમતો (Fuel Prices)રેકોર્ડ ઉંચાઇ પર પહોંચ્યા પછી દેશના નવા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ (Hardeep Singh Puri)ગ્રાહકો માટે કિંમતો ઓછી કરવાની જરુરત પર ભાર આપ્યો
નવી દિલ્હી : ભારતમાં ઇંધણની કિંમતો (Fuel Prices)રેકોર્ડ ઉંચાઇ પર પહોંચ્યા પછી દેશના નવા પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ (Hardeep Singh Puri)ગ્રાહકો માટે કિંમતો ઓછી કરવાની જરુરત પર ભાર આપ્યો છે. આ ઉદ્દેશ્યથી તેમણે તેલ ઉત્પાદક દેશોનો (Oil Producing Nations)સંપર્ક કરવાનો શરૂ કરી દીધો છે.
હરદીપ સિંહ પૂરીએ ગત સપ્તાહે કતરના ઉર્જા મંત્રીને ફોન કર્યો હતો. આ પછી તેમણે બુધવારે સંયુક્ત અરબ અમીરાત (યૂએઈ)ના પોતાના સમકક્ષ સુલતાન અહમદ અલ જાબેરને ફોન કર્યો હતો. હરદીપ સિંહ પૂરીએ ટ્વિટર પર લખ્યું કે અમે ગ્રાહકો માટે વધારે સસ્તી કિંમતોની વ્યવસ્થા કરવાના ઉદ્દેશ્યથી ઉર્જા ક્ષેત્રના બીજા આપૂર્તિકર્તાઓમાં સ્થિરતા, નિશ્ચિતતા અને વ્યવહારિકતાની ભાવના લાવવા માટે યૂએઈ તથા અન્ય મિત્રોના દેશો સાથે મળીને કામ કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી.
માંગમાં સુધારા સાથે તેલની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ફેરફાર આવવાના કારણે ભારતમાં પેટ્રોલ અને ઇંધણની કિંમતો રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. દેશના ઘણા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પેટ્રોલે 100 રૂપિયા પ્રતિ લિટરનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે રાજસ્થાન અને ઓડિશામાં ડીઝલ 100 રૂપિયા પ્રતિ લિટરથી વધારે કિંમત પર વેચાઇ રહ્યું છે.
" isDesktop="true" id="1114376" >
હરદીપ સિંહ પૂરીએ કહ્યું કે યૂએઈના ઉદ્યોગ અને ઉન્નત પ્રોદ્યોગિક મંત્રી તથા એડનોક ગ્રૂપના પ્રબંધ નિર્દેશક અને ગ્રૂપ સીઇઓ ડો. સુલતાન અહમદ અલ જાબેર સાથે ફોન પર વાતચીત કરી. અમે ભારત અને યૂએઈની ગતિશીલ દ્વિપક્ષીય રણનીતિક ઉર્જા ભાગીદારીમાં નવી ઉર્જા ભરવાની રીત પર ચર્ચા કરી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર