Home /News /national-international /અહીં પેટ્રોલનાં ભાવમાં એકઝાટકે 40 રૂપિયાનો ઘટાડો, નવા ભાવ સાંભળી ચક્કર આવી જશે

અહીં પેટ્રોલનાં ભાવમાં એકઝાટકે 40 રૂપિયાનો ઘટાડો, નવા ભાવ સાંભળી ચક્કર આવી જશે

શ્રીલંકામાં પેટ્રોલના ભાવ ઘટ્યા

શ્રીલંકા સૌથી મોટા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે એવામાં પેટ્રોલના ભાવમાં 40 રૂપિયા ઘટાડો થતાં રાહતના સમાચાર મળ્યા છે પણ તેમ છતાં નવો ભાવ ભારતીયોને ચોંકાવે એટલો વધારે છે.

    નવી દિલ્હી:  શ્રીલંકાની સરકારે ભયાનક મોંઘવારી વચ્ચે સ્થાનિક જનતાને રાહત થાય એવી જાહેરાત કરી દીધી છે. સરકારે પેટ્રોલ 40 રૂપિયા સસ્તું કરતાં સામાન્ય લોકોને થોડી ઘણી રાહત આપી દીધી છે. પેટ્રોલના ભાવમાં 40 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

    નવો ભાવ જાણીને કહેશો શું વાત છે? 

    એટલે કે હવે શ્રીલંકામાં નવી કિંમત સાથે તે 410 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અગાઉ શ્રીલંકામાં પેટ્રોલ 450 રૂપિયામાં વેચાતું હતું. સરકારે પેટ્રોલ 40 રૂપિયા સસ્તું તો કર્યું છે પણ હજુ તેનો ભાવ ઘણો વધારે છે.  જો કે જાહેર પરિવહન માટે ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે.  અને ડીઝલનાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

    વેપારીઓની સમસ્યા ઠેરની ઠેર

    તમને જણાવી દઈએ કે શ્રીલંકામાં મોંઘવારીનો સામનો કરી રહેલા સામાન્ય લોકો માટે રાહત મળી છે. પરંતુ વેપારીઓની મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. આવા લોકો માટે ડીઝલના ભાવમાં ઘટાડો ન કરવો એ આંચકા સમાન છે.

    ડીઝલના ભાવ યથાવત 

    પેટ્રોલ 40 રૂપિયા સસ્તુ થયું જાણકારી અનુસાર શ્રીલંકન સરકારના આ નિર્ણયથી દેશની સામાન્ય જનતાને થોડી ઘણી રાહત મળી છે. પરંતુ વેપારીઓની મુશ્કેલીઓ હજુ પણ યથાવત છે. ડીઝલની કિંમત 430 રૂપિયા પ્રતિ લિટર પર યથાવત છે. જાહેર પરિવહન માટે ડીઝલનો વ્યાપક ઉપયોગ થાય છે. સાથે જ જે વાહનોનો ઉપયોગ વેપારીઓનો માલ એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં લઈ જવા માટે થાય છે તેમાં ડીઝલનો વપરાશ પણ વધુ છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Petrol price, Srilanka, World news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन