આજે મંગળવારે ફરી વખત પેટ્રોલનાં ભાવમાં વધારો નોંધાયો હતો. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલમાં લિટરદીઠ વધુ 16 પૈસા વધારો ઝિંકયો હતો. પણ ભારતી. જનતા પાર્ટીના પ્રવક્તા નલીન કોહલીએ કહ્યુ હતુ કે, પેટ્રોલનાં ભાવ વધે એ સારા સમાચાર છે.
“પેટ્રોલમાં જેટલો ભાવ વધારે થશે એ રાજ્યો માટે સારા સમાચાર છે. કેમ કે, આ ભાવ વધારાથી રાજ્યને આવક થાય છે. રાજ્યો પેટ્રોલ પર વેટ દ્વારા કમાણી કરે છે. કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી દ્વારા પેટ્રોલમાંથી કમાય છે અને રાજ્યોને વેટ દ્વારા કમાણી થાય છે” નલીન કોહલીએ ન્યૂઝ18ને જણાવ્યું હતું.
આજે મંગળવારે મુંબઇમાં પેટ્રોલનો ભાવ 86.72 રૂપિયા પ્રતિલિટર હતો જ્યારે ડિઝલનો ભાવ પ્રતિલિટર 75.74 રૂપિયા હતો. ભારત દેશમાં અલગ-અલગ રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલમાં અલગ-અલગ ભાવ પ્રવર્તે છે. કેમ કે, દરેક રાજ્ય પેટ્રોલ અને ડિઝલ પર વેટના દર અલગ-અલગ છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારા માટે મુખ્યત્વે આતંરરાષ્ટ્રિય ક્રુડમાં ભાવને જવાબદાર ગણવામાં આવે છે.
એક તરફ ડોલરની સામે રૂપિયાનું અવમુલ્યન થઇ રહ્યુ છે અને બીજી તરફ પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. બીજી તરફ, ડોલરની સામે રૂપિયો પણ ગગડી રહ્યો છે. દેશમાં સામાન્ય માણસની કમરતૂટી છે. મોંઘવારી સતત વધી રહા છે.
ઓઇલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે જણાવ્યુ હતુ કે, “આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડના ભાવ વધવાને કારણે પેટ્રોલ અને ડિઝલનાં ભાવ વધી રહ્યા છે અને આ બાબતે સરકાર ચિંતિત છે”.
મોંઘવારી અને પેટ્રોલના વધતા ભાવે વિરોધ પક્ષોએ વડાપ્રધાન મોદી સામે નિશાન તાંકી રહ્યા છે. આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંન્દ્રાબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની ટીકા કરતા કહ્યું કે, જે રીતે પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે, ટુંક સમયમાં જ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને આંબી જશે. પ્રતિલીટર પેટ્રોલનો ભાવ 100 રૂપિયા થઇ જશે. ચંન્દ્રબાબુ નાયડુએ એવું પણ કહ્યુ કે, પેટ્રોલની સાથે સાથે ડોલરની સામે રૂપિયો 100 થઇ જશે એટલે કે એક ડોલરની સામે રૂપિયાનું મુલ્ય 100 થઇ જશે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર