Petrol Diesel Prices : ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડા વચ્ચે સોમવારે સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલનાં નવાં ભાવ જાહેર કર્યાં છે. આજે પણ તેમનાં ભાવમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. કંપનીઓએ છેલ્લે 6 એપ્રિલનાં પેટ્રોલ-ડીઝલનાં ભાવ વધાર્યા હતાં તે બાદથી આ ભાવ સ્થિર છે.
નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ સોમવારે સવારે પેટ્રોલ-ડીઝલનાં નવાં ભાવ જાહેર કરી લીધા છે. ગ્લોબલ માર્કેટમાં કૃડ ઓઇલનાં ભાવમાં સ્થિરતાને કારણે આજે પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ બદલાવ નથી કરવામાં આવી રહ્યો.
ઓઈલ કંપનીઓએ છેલ્લે 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો. આ પછી છેલ્લા 20 દિવસથી તેની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી. દેશના ચાર મહાનગરો સહિત તમામ મોટા શહેરોમાં તેલની કિંમતો સ્થિર રહી છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 105.41 રૂપિયા અને મુંબઈમાં 120.51 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. ડીલર્સનું કહેવું છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલ અત્યારે 106 ડોલર પ્રતિ બેરલની આસપાસ છે. જો તેની કિંમતો વધશે તો કંપનીઓ ફરીથી પેટ્રોલ અને ડીઝલ મોંઘું કરી શકે છે.
ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ -દિલ્હીમાં પેટ્રોલ રૂ. 105.41 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર -મુંબઈમાં પેટ્રોલ રૂ. 120.51 અને ડીઝલ રૂ. 104.77 પ્રતિ લીટર - ચેન્નાઈ પેટ્રોલ રૂ. 110.85 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર -કોલકાતા પેટ્રોલ રૂ. 115.12 અને ડીઝલ રૂ. 99.83 પ્રતિ લીટર
આ શહેરોમાં પણ નવા ભાવ ચાલુ છે - અમદાવાદમાં પેટ્રોલ 105.02 રૂપિયા અને ડીઝલ 99.40 રૂપિયા પ્રતિ લીટર - વડોદરામાં પેટ્રોલ 104.54 રૂપિયા અને ડીઝલ 98.92 રૂપિયા પ્રતિ લીટર -સુરતમાં પેટ્રોલ 104.83 રૂપિયા અને ડીઝલ 99.27 રૂપિયા પ્રતિ લીટર - રાજકોટમાં પેટ્રોલ 104.89 રૂપિયા અને ડીઝલ 99.21 રૂપિયા પ્રતિ લીટર -ગાંધીનગરમાં પેટ્રોલ 105.35 રૂપિયા અને ડીઝલ 99.71 રૂપિયા પ્રતિ લીટર
દરરોજ સવારે 6 વાગ્યે નવા દરો બહાર પાડવામાં આવે છે પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા જોવા મળી રહ્યા છે.
" isDesktop="true" id="1202601" >
તમે આજની નવીનતમ કિંમત આ રીતે જાણી શકો છો તમે SMSદ્વારા પેટ્રોલ ડીઝલનો દૈનિક દર પણ જાણી શકો છો (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઈલનાં ગ્રાહકો RSP લખી 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP લખી 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તે જ સમયે, HPCL ગ્રાહકો HPPprice લખી 9222201122 નંબર પર મોકલીને કિંમત જાણી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર