ખુશખબર: પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે, સરકાર કરી રહી છે ખાસ પ્લાનિંગ
petrol diesel prices
આ મામલામાં જાણકારી રાખનારા એક સીનિયર સોર્સે કહ્યું કે, ફુ઼ડ ઈન્ફ્લેશન ઉચ્ચ રહી શકે છે. દૂધ, મકાઈ અને સોયાબીન ઓયલના ભાવ આવનારા સમયમાં મોંઘવારીની ચિંતા વધારી શકે છે.
નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવમાં રાહત મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે. ભારત સરકાર અમુક પ્રોડક્ટ્સ પર ટેક્સ ઘટાડી શકે છે. છુટક મોંઘવારીને ઘટાડવા માટે આરબીઆઈની ભલામણ પર સરકાર આ નિર્ણય લઈ શકે છે. સરકાર મકાઈ અને ફ્યૂલ પર ટેક્સને ઘટાડી શકે છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના સૂત્રોના હવાલેથી આ જાણકારી આપી છે. જો કે, કોઈ પણ નિર્ણય ફેબ્રુઆરી મહિનાના મોંઘવારી આંકડા સામે આવ્યા બાદ જ લેવાશે. જાન્યુઆરી 2023માં ભારતનો વાર્ષિક મોંઘવારી દર વધીને 6.52 ટકા રહ્યો છે. જે ડિસેમ્બર 2022માં 5.72 ટકા હતો.
આ મામલામાં જાણકારી રાખનારા એક સીનિયર સોર્સે કહ્યું કે, ફુ઼ડ ઈન્ફ્લેશન ઉચ્ચ રહી શકે છે. દૂધ, મકાઈ અને સોયાબીન ઓયલના ભાવ આવનારા સમયમાં મોંઘવારીની ચિંતા વધારી શકે છે. સોર્સે કહ્યું કે, સરકાર મકાઈ જેવા ઉત્પાદન પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવા વિચારણા કરી રહી છે. તેના પર 60 ટકા બેસિક ડ્યૂટી છે. નાણામંત્રાલય અને આરબીઆઈએ હાલમાં આ મામલે કોઈ ટિપ્પણી આપી નથી.
ફ્યૂલ પર પણ ઘટી શકે છે ટેક્સ
ફ્યૂલ પર ટેક્સને પણ ઘટાડી શકે છે. ક્રૂડ ઓયલની વૈશ્વિક કિંમતો ગત મહિને ઘટી છે અને હવે તે સ્થિર બનેલી છે. બુધવારે બપોરે બ્રેંડ ઓયલ ફ્યૂચર્સ ઘટાડા સાથે 84.32 ડોલર પ્રતિ બૈરલ પર ટ્રેડ કરતું દેખાયું છે. ફ્યૂલ કંપનીઓ ઘટેલી આયાત કિંમતોનો ફાયદો હજૂ સુધી ગ્રાહકોને આપ્યો નથી. કંપનીઓ હજૂ પણ જૂની ખોટની ભરપાઈ કરવામાં લાગેલી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર