Petrol Diesel Prices: પેટ્રોલ-ડીઝલના ભાવ બદલાયા, દેશમાં આટલી જગ્યા પર થયું મોઘું
petrol diesel price today
આજે હિમાચલ પ્રદેશમાં પેટ્રોલના ભાવમાં 63 પૈસાનો ઘટાડો છે અને તે 95.07 રૂપિયા પ્રતિ લીટરના ભાવ પર વેચાઈ રહ્યું છે. ડીઝલના ભાવમાં પણ 57 પૈસાનો ઘટાડો થયો છે, તેની કિંમત 84.38 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.
નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓયલના ભાવમાં શનિવારે હળવી તેજી જોવા મળી રહી છે. WTI ક્રૂડ આજે 0.96 ડોલર (1.27 ટકા) વધીને 76.68 ડોલર પ્રતિ બેરલ વેચાઈ રહ્યું છે. તો વળી બ્રેંટ ક્રૂડના ભાવ 1.19 ડોલર (1.46 ટકા) વધીને 82.78 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. દેશમાં પણ કેટલીય જગ્યા પર પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેલ માર્કેટિંગ કંપનીઓએ દરરોજ સવારે ઈંધણના નવા રેટ જાહેર કરે છે.
આજે હિમાચલ પ્રદેશમાં પેટ્રોલના ભાવમાં 63 પૈસાનો ઘટાડો છે અને તે 95.07 રૂપિયા પ્રતિ લીટરના ભાવ પર વેચાઈ રહ્યું છે. ડીઝલના ભાવમાં પણ 57 પૈસાનો ઘટાડો થયો છે, તેની કિંમત 84.38 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. હિમાચલ ઉપરાંત હરિયાણા, ઝારખંડ, કર્ણાટક અને તેલંગણા સહિત અમુક અન્ય રાજ્યોમાં પણ પેટ્રોલ-ડીઝલના ભાવ નીચે આવ્યા છે. બીજી તરફ પંજાબમાં પેટ્રોલ 47 પૈસા મોંઘુ થઈને 97.81 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 45 પૈસા વધીને 88.15 રૂપિયા પ્રતિ લિટર પર વેચાઈ રહ્યું છે. આવી જ રીતે પશ્ચિમ બંગાળ, રાજસ્થઆન, તમિલનાડૂ તથા મહારાષ્ટ્ર સહિત અમુક અન્ય રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દેશના ચાર મહાનગરોમાં ઈંધણના ભાવમાં જેમના તેમ છે.
ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર
આવી રીતે જાણો આપના શહેરના ભાવ
આપ SMS દ્વારા પણ પેટ્રોલ ડીઝલના ભાવ રોજ જાણી શકો છો. ઈંડિયન ઓયલના કસ્ટમર RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલ ગ્રાહકો RSP તથા પોતાના શહેરનો કોડ લખીને 9223112222 નંબર પર SMS મોકલીને ભાવ જાણી શકે છે. તો વળી એચપીસીએલ ગ્રાહકો HPPrice તથા પોતાના શહેરનો કોડ લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર