Home /News /national-international /સાવધાન: હવે PUC વિના પેટ્રોલ પંપ પર નહીં મળે પેટ્રોલ અને ડીઝલ, સરકારે જાહેર કર્યો ખાસ એજન્ડા

સાવધાન: હવે PUC વિના પેટ્રોલ પંપ પર નહીં મળે પેટ્રોલ અને ડીઝલ, સરકારે જાહેર કર્યો ખાસ એજન્ડા

PUC વિના પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહીં મળે

Delhi Pollution:દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે મીડિયાને કહ્યું કે, ઠંડીમાં થનારા પ્રદૂષણની સમસ્યાને રોકવા માટે સરકારે 15 પોઈન્ટ આધારિત વિંટર એક્શન પ્લાન બનાવી રહી છે. તેના માટે દિલ્હી સચિવાલયમાં સંબંધિત 30 વિભાગોની સાથે 5 સપ્ટેમ્બરે સંયુક્ત બેઠક થઈ છે.

વધુ જુઓ ...
    નવીદિલ્હી: દિલ્હીમાં 25 ઓક્ટોબરથી પોલ્યુશન અંડર કંટ્રોલ (PUC)ના પંપો પર પેટ્રોલ અને ડીઝલ નહીં મળે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે આ આદેશ જાહેર કર્યો છે. મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, દિલ્હીના લોકોને પ્રદૂષણથી છુટકારો અપાવવા માટે છેલ્લા કેટલાય વર્ષોમાં ઘણાં બધા ઉપાયો કરવામાં આવ્યા છે. પરિણામ એ આવ્યું છે કે, દિલ્હીના વાયૂ પ્રદષણમાં ખૂબ જ સુધારો થયો છે. તેમણે દાવો કર્યો છે કે, દિલ્હીમાં પીએમ 10 લેવલમાં 18.6 ટકાનો સુધાર થયો છે. આપને જણાવી દઈએ કે, નવેમ્બરમાં ઠંડીની શરુઆત સાથે દિલ્હીના કેટલાય વિસ્તારમાં સ્મોગની સમસ્યા ગંભીર થઈ જાય છે. તેને રોકવા માટે દિલ્હી સરકાર હાલમાં પીયૂસીને લઈને કડક પગલા ઉઠાવી રહી છે.

    તેમણે કહ્યું કે, દિલ્હી સરકારે વ્હીકલ પોલ્યુશનના નિવારણ માટે ખાસ પ્લાન બનાવ્યો છે. તેના માટે નિર્દેશ આપ્યા છે કે, પેટ્રોલ પંપ પોલ્યૂશન સર્ટિફિકેટન વગર વાહનોને પેટ્રોલ નહીં આપે. તેના માટે હાલમાં થોડો સમય આપવામાં આવ્યો છે. પણ 25 ઓક્ટોબરથી દિલ્હીમાં પીયૂસી વગર કોઈ પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહીં મળે. પર્યાવરણને ધ્યાનમાં રાખતા જે માપદંડો બનાવ્યા છે, તે મુજબ જો ગાડીમાંથી ધુમાડો ફેલાઈ રહ્યો છે. તો આ વાતની પુષ્ટિ માટે પોલ્યૂશન ટેસ્ટ થાય છે. આ ટેસ્ટ બાદ જે સર્ટિફિકેટ આપવામા આવે છે, તેને જ પીયૂસી કહેવાય છે. ભારતમાં પેટ્રોલ અથવા ડીઝલથી ચાલનારી ગાડીઓ માટે આ સર્ટિફિકેટ જરુરી છે.

    આ પણ વાંચો: Cruide Oil Price: છેલ્લા સાત મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવ તળીયે, પરંતુ ભારતમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેમ નથી ઘટતો?

    દિલ્હીમાં પ્રદૂષણના નિવારણ માટે કેટલાય પગલા ભર્યા


    આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાના નિવારણ માટે અરવિંદ કેજરીવાલે દિલ્હી સરકારે વિંટર એક્શન પ્લાન જાહેર કરી દીધો છે. કેજરીવાલ સરકારનું કહેવુ છે કે, દિલ્હીમાં 24 કલાક વિજળીના કારણે જનરેટર ચાલતા બંધ થઈ જયા છે. આ કારણે પ્રદૂષણમાં કમી આવી છે. સાથે જ દિલ્હીમાં બંને થર્મલ પાવર પ્લાન્ટ બંધ કરી દીધા છે. હવે દિલ્હીમાં કોઈ કોલસાથી ચાલનારા પાવર પ્લાન્ટ નથી. તો વળી દિલ્હી સરકાર તરફથી ડસ્ટ પોલ્યૂશન પર પણ આકરી કાર્યવાહી થઈ છે. કંસ્ટ્રક્શન સાઈટ પર જ્યાં પર નિયમોને નજરઅંદાજ કરવામા આવે છે, ત્યાં ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

    ગ્રીન કવર તરફથી વધી રહ્યું છે દિલ્હી


    દિલ્હી સરકારે દાવો કર્યો છે કે, હવે તમામ રજિસ્ટર્ડ ઈંડસ્ટ્રીમાં હવે પાઈપ્ડ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. આના કારણે પોલ્યૂશન થતું નથી. દિલ્હી ગ્રીન કવર તરફ આગળ વધી રહ્યું છે. કેજરીવાલે દાવો કર્યો છે કે, જ્યારે આમ આદમી પાર્ટીની સરકાર બની હતી, ત્યારે 20 ટકા ગ્રીન કવર હતું. હવે 23.6 ટકા છે. દિલ્હી સરકારે ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લઈને આવી છે. લોકો હવે ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદી રહ્યા છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: PUC, દિલ્હી

    विज्ञापन
    विज्ञापन