નવી દિલ્હી: ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓયલની કિંમતોમાં છેલ્લા 24 કલાકમાં 3 ડૉલરનો ઘટાડો આવ્યો છે. આ દરમિયાન બુધવારે સવારે સરકારી તેલ કંપનીઓ તરફથી જાહેર કરવામા આવેલા ડીઝલના ભાવમાં કેટલીય જગ્યા પર ફેરફાર જોવા મળી રહ્યા છે. હોળીના દિવસે પણ કેટલાય શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ગયા છે.
આ પણ વાંચો: ભાભી સાથે આડા સંબંધને લઈને પત્નીની હત્યાનું કાવતરુ, લોહીયાળ બનાવી પ્રથમ હોળી
સરકારી તેલ કંપનીઓના જણાવ્યા અનુસાર, ગાઝિયાબાદમાં પેટ્રોલ 35 પૈસા મોંઘુ થઈને 96.58 રૂપિયા લીટર થઈ ગયું છે, જ્યારે ડીઝલ અહીં 33 પૈસા વધીને 89.75 રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે. ગુરુગ્રામમાં આજે પેટ્રોલ 26 પૈસા સસ્તુ થયું છે, જે 96.84 રૂપિયા લીટર થઈ ગયું છે. ડીઝલ 24 પૈસા સસ્તુ થઈને 89.72 રૂપિયા લીટર વેચાઈ રહ્યું છે. રાજસ્થાનની રાજધાની જયપુરમાં પેટ્રોલના ભાવ 1.31 રૂપિયા વધીને 109.39 રૂપિયા લીટર થઈ ગયું છે. જ્યારે ડીઝલના ભાવ 1.19 રૂપિયા વધઈને 94.55 રૂપિયા લીટરે પહોંચી ગયું છે.
ક્રૂડ ઓયલની વાત કરીએ તો, તેની કિંમતોમાં છેલ્લા 24 કલાકમાં મોટો ઘટાડો આવ્યો છે. બ્રેંટ ક્રૂડ 3 ડૉલર સસ્તુ થઈને 83.31 ડોલર પ્રતિ બેરલ વેચાઈ રહ્યું છે. ડબ્લ્યૂટીઆઈના ભાવમાં પણ 3 ડોલરના ઘટાડા સાથે 77.50 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.
ચારેય મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ દિલ્હીમાં પેટ્રોલ 96.65 રૂપિયા અને ડીઝલ 89.82 રૂપિયા પ્રતિ લીટર મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર First published: March 08, 2023, 09:56 IST
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Diesel petrol price