આજે દિલ્હીમાં 400 પેટ્રોલ-CNG પંપ બંધ રહેશે, આ છે કારણ

News18 Gujarati
Updated: October 22, 2018, 8:38 AM IST
આજે દિલ્હીમાં 400 પેટ્રોલ-CNG પંપ બંધ રહેશે, આ છે કારણ
પ્રતિકાત્મક તસવીર

દિલ્હી સરકારે પેટ્રોલ, ડીઝલ અને વેટ ઘટાડવા માટે ઇન્કાર કરી દીધો છે જેના વિરોધમાં આજે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના 400 પેટ્રોલ પંપ અને સીએનજી પંપ બંધ રહેશે.

  • Share this:
દિલ્હી સરકારે પેટ્રોલ, ડીઝલ અને વેટ ઘટાડવા માટે ઇન્કાર કરી દીધો છે જેના વિરોધમાં આજે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીના 400 પેટ્રોલ પંપ અને સીએનજી પંપ બંધ રહેશે. દિલ્હી પેટ્રોલ ડીલર્સ એસોસિએશન (DPDA)એ આ જાણકરી આપી હતી.

DPDAએ નિવેદનમાં કહ્યું હતું કે, દિલ્હીમાં આશરે 400 પેટ્રોલ પંપ એવા છે કે, આમા અનેકસીએનજી સ્ટેશન સાથે સંકળાયેલા છે. આ દરેક દિલ્હી સરકારના નિર્ણયના વિરોધમાં સોમવારે 24 કલાક માટે બંધ રહેશે. આ દરેક પંપ 22 ઓક્ટોબર સવારે 6 વાગ્યાથી 23 ઓક્ટોબર સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે.

DPDAના અધ્યક્ષ નિશ્ચલ સિંઘાનિયાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે ચાર સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલ ઉપર ઉત્પાદ એક્સાઇઝ ડ્યુટી સહિત 2.50 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ પડોશી રાજ્ય હરિયાણા, ઉત્તર પ્રદેશ સહિત વિભિન્ન રાજ્યોમાં પોતાના વેટમાં પણ આટલો જ ઘટાડો કરીને જનતાને પાંચ રૂપિયા સુધી રાહત આપી હતી.

સિંઘાનિયાએ કહ્યું કે, "પરંતુ દિલ્હી સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટ ઘટાડવાનો ઇન્કાર કરી દીધો હતો. જેના પરિણામ સ્વરૂપ પડોશી રાજ્યો ઉત્તર પ્રદેશ અને હરિયાણાની તુલનામાં ઇંધણ મોંઘું થઇ ગયું." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હીમાં ઇંધણ મોંઘું અને ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં સસ્તું હોવાના કારણે ગ્રાહકો ત્યાંના પેટ્રોલ પંપ ઉપર જઇ રહ્યા છે. આનાથી રાજધાનીમાં પેટ્રોલ પંપો ઉપર વેચાણ ઘટી રહ્યું છે.

ગુજરાતમાં વિવિધ જગ્યાએ પેટ્રોલ-ડીઝલના ભાવ

બનાસકાંઠા પેટ્રોલ 78.87 રૂ., ડીઝલમાં 78.75 રૂ.સુરતમાં પેટ્રોલનો 78.44 રૂ. ડીઝલમાં 78.33 રૂ.
જામનગરમાં પેટ્રોલનો ભાવ 78.39 રૂ. ડીઝલમાં 78.25 રૂ.
અમદાવાદમાં પેટ્રોલમાં 78.49 રૂ. ડીઝલ 78.35 રૂ.
વડોદરામાં પેટ્રોલનો ભાવ 78.25 રૂ. ડીઝલમાં 78.12 રૂ.
અરવલ્લી પેટ્રોલનો ભાવ 79.09, ડીઝલમાં 78.96 રૂ.
અંબાજીમાં પેટ્રોલનો ભાવ 79.80 રૂ, ડીઝલમાં 79.87 રૂ.
First published: October 22, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading