નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં એક અરજી દાખલ કરી મહારાષ્ટ્ર (Maharashtra)માં શિવસેના (Shiv Sena), કૉંગ્રેસ (Congress) અને રાષ્ટ્રવાદી કૉંગ્રસ પાર્ટી (NCP)ની વચ્ચે ચૂંટણી બાદ થયેલા ગઠબંધનને સત્તા મેળવવા માટે મતદાતાઓ સાથે કરવામાં આવેલી 'છેતરપિંડી' જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
આ અરજીને આગામી થોડા દિવસમાં સુનાવણી માટે સૂચીબદ્ધ થવાની આશા છે. અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બીજેપી સાથે મળીને ચૂંટણી લડનારી શિવસેનાના વલણમાં ફેરફાર બીજું કંઈ નહીં પરુંત મતદાતાઓ દ્વારા રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)માં વ્યક્ત કરેલા ભરોસા સાથે વિશ્વાસઘાત છે.
અરજીમાં કેન્દ્ર અને રાજ્યને આ નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે
પ્રમોદ પંડિત જોશી તરફથી દાખલ જનહિત અરજીમાં કેન્દ્ર અને રાજ્યને એવો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે કે શિવસેના, કૉંગ્રેસ-એનસીપી ગઠબંધન તરફથી નક્કી કરવામાં આવનારા મુખ્યમંત્રીની નિયુક્તિ કરવાથી બચે.
'શિવસેના, એનસપી અને કૉંગ્રેસનું આ કૃત્ય અનૈતિક છે'
એડવોકેટ બરુન કુમાર સિન્હા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, શિવસેના, એનસીપી અને કૉંગ્રેસનું આ કૃત્ય અનૈતિક અને સરકાર બનાવવા માટે દાવાની બંધારણીય યોજનાઓનું વિરોધાભાસી છે.
મહારાષ્ટ્રમાં મંગળવારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું હતું
મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી (Bhagat Singh Koshyari) દ્વારા કેન્દ્રને મોકલવામાં આવેલા રિપોર્ટ બાદ મહારાષ્ટ્રમાં મંગળવારે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું જેમાં તેઓએ કહ્યુ હતું કે તેમના દ્વારા તમામ પ્રયાસ કરવાં છતાંય રાજ્યમાં હાલની સ્થિતિને જોતાં સ્થિર સરકારની રચના અસંભવ છે.
શરદ પવાર સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે
તેની સાથે જ ગુરુવારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી કે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi) અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવાર (Sharad Pawar) 17 નવેમ્બરે દિલ્હીમાં મુલાકાત કરી મહારાષ્ટ્રમાં સરકાર રચવાને લઈ શિવસેના સાથે ગઠબંધનના મુદ્દે ચર્ચા કરી શકે છે. સૂત્રો મુજબ, કૉંગ્રેસ અને એનસીપી શિવસેનાની સાથે લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ બનાવવા પર કામ કરશે, જેની પર સોનિયા ગાંધી અને શરદ પવારની બેઠક દરમિયાન ચર્ચા થશે.
આ પણ વાંચો,
મહારાષ્ટ્રમાં રાજ્યપાલે રાષ્ટ્રપતિ શાસન કેમ લાગુ કર્યું? જાણો કારણ
મહારાષ્ટ્રનું સંકટ : હોસ્પિટલમાંથી રજા મળતા સંજય રાઉત બોલ્યા - અબ ડરના મના હૈ