Home /News /national-international /Mathura News: મથુરાની શાહી ઇદગાહને સીલ કરવાની અરજી કોર્ટે સ્વીકારી, 1 જુલાઇએ થશે સુનાવણી

Mathura News: મથુરાની શાહી ઇદગાહને સીલ કરવાની અરજી કોર્ટે સ્વીકારી, 1 જુલાઇએ થશે સુનાવણી

કોર્ટે આ મામલાની સુનાવણી માટે 1 જુલાઇની તારીખ નક્કી કરી છે

Krishna Janmabhoomi row - મથુરામાં શાહી ઇદગાહ અને શ્રીકૃષ્ણ જન્મભૂમિને લઇને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે

મથુરા : ઉત્તર પ્રદેશમાં વારાણસી સ્થિત બહુચર્ચિત જ્ઞાનવાપી મસ્જિદને (Gyanvapi Mosque)લઇને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે મથુરામાં (mathura)શ્રીકૃષ્ણ જન્મસ્થળ પાસે આવેલી પ્રસિદ્ધ શાહી ઇદગાહ મસ્જિદને (sahi eidgah masjid)સીલ કરવાની અરજી સિવિલ કોર્ટે (civil court)સ્વીકારી લીધી છે. કોર્ટે આ મામલાની સુનાવણી માટે 1 જુલાઇની તારીખ નક્કી કરી છે. તમને જણાવી દઇએ કે મથુરાની કુલ 13.37 એકર જમીનના માલિકાના હકને લઇને સિવિલ કોર્ટમાં પહેલા જ એક કેસમાં સુનાવણી ચાલી રહી છે. આ જમીનમાંથી 11 એકર જમીન મંદિર પાસે છે અને બાકી ઇદગાહ પાસે છે.

મથુરા સિવિલ જજ સિનીયર ડિવિઝનના કોર્ટમાં અધિવક્તા મહેન્દ્ર પ્રતાપ સિંહે પ્રાર્થના પત્ર લગાવી હતી. જેમાં શાહી ઇદગાહને સીલ કરીને ત્યાં સુરક્ષા વધારવામાં આવે. ત્યાં જવા આવવા પર રોક લાગે અને સુરક્ષા અધિકારીને નિયુક્ત કરવાની માંગણી કરવામાં આવી છે.

મહેન્દ્ર પ્રતાપ સિંહે પોતાના પ્રાર્થના પત્રમાં જ્ઞાનવાપી મસ્જિદના વિવાદનો ઉલ્લેખ કરીને કહ્યું કે જ્ઞાનવાપી મસ્જિદ, વારાણસીમાં જે પ્રકારે હિન્દુ શિવલિંગના અવશેષ મળ્યા છે તેમાં સ્થિતિ સ્પષ્ટ થઇ ગઈ છે કે પ્રતિવાદીગણ ત્યાં તે જ કારણોસર શરુથી વિરોધ કરે છે.

આ પણ વાંચો - જ્ઞાનવાપી મસ્જિદમાં મળેલા શિવલિંગનો ફોટો અને વીડિયો વાયરલ, મુસ્લિમ પક્ષે કર્યો આવો દાવો

તેમણે કહ્યું કે આ સ્થિતિ શ્રીકૃષ્ણ જન્મભૂમિ સંપત્તિની છે જે અસલી ગર્ભગૃહ છે. ત્યાં બધા હિન્દુ ધાર્મિક અવશેષ, કમલ, શેષનાગ, ઓમ, સ્વસ્તિક વગેરે હિન્દુ ધાર્મિક ચિન્હ્ન અને અવશેષ છે. તેમાંથી કેટલાક મિટાવી દેવામાં આવ્યા અને કેટલાક મિટાવવાની તૈયારીમાં છે. આ સ્થિતિમાં જો હિન્દુ અવશેષોને મિટાવી દીધા તો કેરેક્ટર ઓફ પ્રોપર્ટી બદલી જશે અને તેનાથી ઉદ્દશ્ય સમાપ્ત થઇ જશે.

મહેન્દ્રસિંહ કહ્યું કે માનનીય ન્યાયલયને વિનંતી છે કે ત્યાં બધાનું આવવા જવાનું પ્રતિબંધિત કરીને તે પરિસરની યોગ્ય સુરક્ષા માટે વ્યવસ્થા કરવામાં આવે અને પરિસરને સીલ કરી દેવામાં આવે.

તમને જણાવી દઈએ કે મથુરામાં શાહી ઇદગાહ અને શ્રીકૃષ્ણ જન્મભૂમિને લઇને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મામલાને લઇને કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે.

અસદુદ્દીન ઓવૈસીએ વજુખાનાને સીલ કરવા પર ઉઠાવ્યો સવાલ

હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમ પક્ષના દાવાને લઇને નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે દાવો કરવામાં આવી રહ્યો છે કે શિવલિંગ છે પણ મસ્જિદ કમિટીએ જણાવ્યું કે તે મસ્જિદનો ફુવારો છે અને મસ્જિદમાં આ હોય છે. જો શિવલિંગ હતું તો કોર્ટ કમિશ્નરે કહેવું જોઈતું હતું. કોર્ટેનો સીલ કરવાનો આદેશ 1991 એક્ટની વિરુદ્ધ છે.
First published:

Tags: Gyanvapi Mosque, Mathura, Uttar Pradesh‬, ​​Uttar Pradesh News