The Kashmir Files: કાશ્મીરી પંડિતોને ન્યાય મળે તે માટે 32 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઇ
The Kashmir Files: કાશ્મીરી પંડિતોને ન્યાય મળે તે માટે 32 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરાઇ
અરજીમાં માંગ કરવામાં આવી છે કે કાશ્મીરી પંડિતોની હત્યાનો કેસ ફરીથી ખોલવામાં આવે. (ફાઇલ તસવીર)
Vivek Agnihotri, The Kashmir Files, Supreme Court: અરજદારે કહ્યું કે 1989-90, 1997 અને 1998માં કાશ્મીરી પંડિતો સામેની તમામ એફઆઈઆર અને હત્યાના કેસ સીબીઆઈ અથવા એનઆઈએ જેવી સ્વતંત્ર તપાસ એજન્સીને ટ્રાન્સફર કરવા જોઈએ કારણ કે અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીર પોલીસમાં પેન્ડિંગ સેંકડો એફઆઈઆરમાંથી કોઇમાં પણ પ્રગતિ નથી થઇ અને પોલીસ આ બાબતની તપાસ કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી છે.
ફિલ્મ નિર્માતા વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)ની 'ધ કાશ્મીર ફાઇલ્સ' (The Kashmir Files) રિલીઝ થઈ ત્યારથી દેશમાં ફરી એકવાર કાશ્મીરી પંડિતોનો મુદ્દો ગરમાયો છે. ગુરુવારે કાશ્મીરી પંડિતોના નરસંહાર ( Kashmiri Pandit Massacre)ના 32 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં ન્યાય માટે અરજી કરવામાં આવી હતી. કાશ્મીરી પંડિતોના એક સંગઠને 1989-90માં કાશ્મીરી પંડિતોની કથિત સામૂહિક હત્યા અને નરસંહારમાં ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં ક્યુરેટિવ પિટિશન દાખલ કરી છે.
પોતાની અરજીમાં સંગઠને કાશ્મીરી પંડિતોની સામૂહિક હત્યા અને નરસંહારની તપાસ કેન્દ્રીય તપાસ એજન્સી એટલે કે સીબીઆઈ અથવા રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા કરાવવાની માંગ કરી છે. મળતી માહિતી મુજબ આ અરજી કાશ્મીરમાં રૂટ્સ નામના કાશ્મીરી પંડિત સંગઠન દ્વારા દાખલ કરવામાં આવી છે. ધ કાશ્મીર ફાઈલ્સ રિલીઝ થઈ ત્યારથી જ દેશભરમાં કાશ્મીરી પંડિતો માટે ન્યાયની માંગ થઈ રહી છે.
કાશ્મીરમાં રૂટ્સ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે કાશ્મીરી પંડિતોની હત્યાનો કેસ ફરીથી ખોલવામાં આવે. અરજદારે જણાવ્યું હતું કે વિલંબના આધારે અરજી બરતરફ કરવી એ મુખ્ય કારણ છે જે સંપૂર્ણપણે ખોટું છે. અરજદારે કહ્યું કે વિલંબના આધારે કેસની બરતરફી કાયદાની નજરમાં સંપૂર્ણ રીતે ખામીયુક્ત છે.
અરજી દાખલ કરનાર સંગઠનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વરિષ્ઠ વકીલ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ વિકાસ સિંહ દ્વારા અરજીના સમર્થનમાં એક પ્રમાણપત્ર પણ જારી કરવામાં આવ્યું છે. દાખલ કરાયેલી અરજીમાં શીખ રમખાણોના કેસમાં સજ્જન કુમારને 2018માં આપવામાં આવેલા આદેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં અપીલની મંજૂરી આપવામાં આવી છે, તે પીડિતો માટે ધીરજપૂર્વક રાહ જોવાની અને મુશ્કેલ સંજોગો અને પડકારોનો સામનો કરવા માટે તેમને ખાતરી આપવામાં આવી છે. આમ છતાં સત્યનો વિજય થશે અને તેમને ન્યાય મળશે.
અરજદારે કહ્યું કે 1989-90, 1997 અને 1998માં કાશ્મીરી પંડિતો સામેની તમામ એફઆઈઆર અને હત્યાના કેસ સીબીઆઈ અથવા એનઆઈએ જેવી સ્વતંત્ર તપાસ એજન્સીને ટ્રાન્સફર કરવા જોઈએ કારણ કે અત્યાર સુધી જમ્મુ અને કાશ્મીર પોલીસમાં પેન્ડિંગ સેંકડો એફઆઈઆરમાંથી કોઇમાં પણ પ્રગતિ નથી થઇ અને પોલીસ આ બાબતની તપાસ કરવામાં ખરાબ રીતે નિષ્ફળ રહી છે. અરજીમાં કાશ્મીર પંડિતોના નરસંહાર માટે યાસીન મલિક અને ફારુક અહેમદ ડાર ઉર્ફે બિટ્ટા કરાટે, જાવેદ નાલકા અને અન્યો સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર