સોનિયા, રાહુલ અને પ્રિયંકા પર નોંધવામાં આવે ભડકાઉ ભાષણનો કેસ, દિલ્હી હાઇકોર્ટમાં અરજી

સોનિયા, રાહુલ અને પ્રિયંકા પર નોંધવામાં આવે ભડકાઉ ભાષણનો કેસ, દિલ્હી હાઇકોર્ટમાં અરજી
સોનિયા,રાહુલ અને પ્રિયંકા પર નોંધવામાં આવે ભડકાઉ ભાષણનો કેસ, દિલ્હી હાઇકોર્ટમાં અરજી

આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા સંશોધન કાનૂનના વિરોધ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ લોકોને ભડકાવ્યા હતા

 • Share this:
  નવી દિલ્હી : કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), સાંસદ રાહુલ ગાંધી (Rahul Gandhi)અને પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi) પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ લગાવતા દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં તેની સામે કેસ નોંધાવવાની માંગણી કરવામાં આવી છે. હાઇકોર્ટ આ અરજી પર સુનાવણી માટે રાજી થઈ ગયું છે, જેના પર શુક્રવારે સુનાવણી થશે.

  આ અરજીમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન, એઆઈએમઆઈએમના નેતા અકબરુદ્દીન ઓવૈસી અને વારિસ પઠાણનું નામ પણ સામેલ છે. તેમની સામે કથિત ભડકાઉ ભાષણ આપવાને લઈને એફઆઈઆર નોંધવાની માંગણી કરી છે.  આ પણ વાંચો - દિલ્હી હાઇકોર્ટે પોલીસને કહ્યું - વીડિયો જોઈને કપિલ મિશ્રા પર FIR નોંધવાનો નિર્ણય લો

  દિલ્હી હાઇકોર્ટમાં આ અરજી સીનિયર એડવોકેટ ચેતન શર્મા તરફથી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ)ના વિરોધ માટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ લોકોને ભડકાવ્યા હતા. ભડકાઉ ભાષણ આપીને રસ્તા ઉપર ઉતરવા માટે કહ્યું હતું. આ પ્રકારના ભડકાઉ ભાષણના કારણે ઘણા સ્થળોએ હિંસાની ઘટના પણ જોવા મળી હતી.

  ભડકાઉ ભાષણને લઈને હાઇકોર્ટ સિવાય સુપ્રીમ કોર્ટમાં પણ અરજી દાખલ કરવામાં આવી છે. બીજેપી નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. બીજેપી નેતાએ અરજીમાં લો કમિશન અંતર્ગત ભડકાઉ ભાષણ આપનાર નેતાઓ સામે કાર્યવાહીની માંગણી કરી છે. સાથે હેટ સ્પીચ પર લો કમિશનની ભલામણો લાગુ કરવાની પણ માંગણી કરવામાં આવી છે.
  Published by:Ashish Goyal
  First published:February 27, 2020, 16:43 pm

  टॉप स्टोरीज