નવી દિલ્હી : ઝારખંડના (jharkhand)હજારીબાગ ( Hazaribag)જિલ્લામાં પાળેલા કુતરાએ એટીએમમાં ચોરીને નિષ્ફળ (pet dog foils ATM robbery)બનાવી છે. ઘટના ચૌરારણ પોલીસ સ્ટેશનમાં આવતા ચૈઠી ગામની છે. પોલીસે જણાવ્યું કે ચોરની ટોળકી મકાનના ગ્રાઉન્ડ ફ્લોર સ્થિત બેંકના એટીએમમાં ગેસ કટર, એલપીજી સિલેન્ડર અને હથોડા સાથે રાતના અંધારામાં લૂંટ કરવા માટે પહોંચી હતી. જોકે કૂતરાની સમજદારીના કારણે લૂંટ કરી શક્યા ન હતા.
જાણકારી પ્રમાણે જે ઘરની નીચે એટીએમ છે તેના માલિક સુધીર બરનવાલ છે. ચોર મશીનને કાપવા લગભગ સફળ રહ્યા હતા. તે સમયે સુધીરનો પાળેલો કૂતરો ભસવા લાગ્યો હતો. કુતરાને સતત ભસતો જોઈને સુધીર અને આસપાસના લોકો જાગી ગયા હતા. લોકો બહાર આવ્યા તો ચોર મશીન છોડીને ફરાર થઇ ગયા હતા. આ ઘટના વિશે પોલીસને સૂચના આપવામાં આવી હતી.
સબ ડિવિઝનલ પોલીસ ઓફિસર (એસડીપીઓ) નઝીર અખ્તરે જણાવ્યું કે બેંકમાં 27 લાખ રૂપિયા હતા. હાલ અજાણ્યા ચોર સામે કેસ નોંધીને ઘટનાની તપાસ શરુ કરી દીધી છે. તેમણે કહ્યું કે રાજ્યની બહારના ચોરો સામેલ હોવાની શંકા છે.
રાજ્યમાં સક્રિય છે એટીએમ લૂંટ ગેંગ
ઝારખંડમાં એટીએમ લૂંટ ગેંગ હાલના દિવસોમાં સક્રિય છે. રાજ્યમાં ઘણા સ્થળોએ અપરાધીઓ દ્વારા એટીએમ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. ચૌપાહારમાં બે વખત એટીએમ ચોરીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. બહરાગોડા ઘાટસિલા સહિત અન્ય સ્થળો ઉપર પણ અપરાધીઓએ એટીએમમાથી લૂંટ કરી હતી. પૂર્વી સિંહભૂમ જિલ્લાના બહરાગોડા બજારમાં આવેલ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાંથી 12.86 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ગેસ કટરથી એટીએમ કાપીને પૈસા કાઢ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર