કરાચી : પાકિસ્તાનના (blast in Pakistan)પેશાવરમાં શુક્રવારે એક મસ્જિદમાં આત્મઘાતી (blast in Peshawar)હુમલો થયો છે. જેમાં 56 લોકોના મોત થયા છે. જ્યારે 194 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હજુ મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. પાકિસ્તાની મીડિયાના મતે આ બ્લાસ્ટ પેશાવરની મસ્જિદમાં નમાજ (Peshawar mosque blast)દરમિયાન થયો હતો. બ્લાસ્ટ પછી મસ્જિદમાં અફરાતફરી જોવા મળી હતી.
પોલીસ અધિકારી મોહમ્મદ સજ્જાદ ખાને ન્યૂઝ એજન્સી રોયટર્સને જણાવ્યું કે અમે ઇમરજન્સી સ્થિતિમાં છીએ અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવી રહ્યા છે. અમે વિસ્ફોટની તપાસ કરી રહ્યા છીએ. જોકે આ એક આત્મઘાતી હુમલો લાગી રહ્યો છે.
પેશાવરના લેડી રીડિંગ હોસ્પિટલના પ્રવક્તા મુહમ્મદ અસીમ ખાને કહ્યું કે આ ઘણો મોટો વિસ્ફોટ હતો જેમાં ઘણા લોકોના મોત થયા છે. 100થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોમાં કેટલાકની હાલત નાજુક છે. અમે હોસ્પિટલમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે.
પેશાવરની મસ્જિદમાં થયેલા બ્લાસ્ટ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે હુમલાની ટિકા કરી છે. પેશાવરના સીએમ મહમુદ ખાને પણ હુમલાની ટિકા કરી છે. તેમણે પેશાવરના IGP પાસે આ મુદ્દે ડિટેલ રિપોર્ટ માંગ્યો છે.
હાલ કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. જાણકારી પ્રમાણે પેશાવરની પોલીસે જણાવ્યું કે આમાં બે હુમલાવર સામેલ હતા. પહેલા બન્નેએ મસ્જિદમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. તેમને રોકતા પોલીસવાળાને ગોળી મારી દીધી હતી. બ્લાસ્ટ પહેલા થયેલા ગોળીબારમાં એક પોલીસવાળાનું મોત થયું હતું અને અન્ય એક ઇજાગ્રસ્ત થયો હતો.
થોડા દિવસો પહેલા ક્વેટામાં થયો હતો બ્લાસ્ટ
આ પહેલા પાકિસ્તાનના ક્વેટામાં બ્લાસ્ટ થયો હતો. જેમાં પોલીસ અધિકારી સહિત ત્રણ લોકોના મોત થયા હતા. 24 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બ્લાસ્ટ પોલીસ વાન પાસે થયો હતો. બાદમાં મળેલી જાણકારી પ્રમાણે બ્લાસ્ટમાં બે થી અઢી કિલો વિસ્ફોટનો ઉપયોગ થયો હતો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર