Home /News /national-international /મેલી વિદ્યા ભગાડવા માટે કુકડાની બલિ આપવા જતાં ખુદ જીવ ખોવાનો વારો આવ્યો

મેલી વિદ્યા ભગાડવા માટે કુકડાની બલિ આપવા જતાં ખુદ જીવ ખોવાનો વારો આવ્યો

કુકડાની બલિ આપવા જતાં શખ્સનો જીવ ગયો (પ્રતિકાત્મક ફોટો)

તમિલનાડૂની રાજધાની ચેન્નાઈમાં એક શખ્સ પોતાનામાં ઘરમાંથી ભૂતપ્રેતને ભગાડવા માગતો હતો, તેના માટે તે એક કુકડાની બલિ આપવાનો હતો. પણ બલિ આપવા જઈ રહેલા શખ્સના ભાગ્યમાં કંઈક જુદુ જ લખ્યું હતું.

    ચેન્નાઈ: તમિલનાડૂની રાજધાની ચેન્નાઈમાં એક શખ્સ પોતાનામાં ઘરમાંથી ભૂતપ્રેતને ભગાડવા માગતો હતો, તેના માટે તે એક કુકડાની બલિ આપવાનો હતો. પણ બલિ આપવા જઈ રહેલા શખ્સના ભાગ્યમાં કંઈક જુદુ જ લખ્યું હતું. આ શખ્સનું મોત બિલ્ડીંગના ત્રીજા માળેથી પડતા મોત થઈ ગયું, પણ કુકડો બચી ગયો. પોલીસના જણાવ્યા અનુસાર , પલ્લવરમના પોઝીચલૂરના 48 વર્ષિય ટી લોકેશે શુક્રવારે પોતાના નવા બનાવેલા ઘરમાં પૂજા કરવાનું આયોજન કર્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, રાજેન્દ્રન એક મજૂર હતો, તે ગુરુવારે સવારે નવી બનેલી બિલ્ડીંગના ત્રીજા માળેથી એક ખુલી લિફ્ટમાંથી કુકડાની બલિ આપવા જઈ રહ્યો હતો.

    ન્યૂ ઈંડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર, લોકેશ પૂજા પહેલા નવા બનાવેલા ઘરમાંથી મેલી નજર અને ભૂતપ્રેતનો ભય દૂર કરવા માટે કુકડાની બલિ આપવાનો હતો. અહીં તેના ઘરનું કામ લગભગ 80 ટકા પુરુ થઈ ચુક્યું હતું. તેથી પૂજા કરવી સામાન્ય બાબત છે. અધિકારી આગળ જણાવે છે કે, લોકેશે લિફ્ટ માટે જગ્યા રાખી હતી પણ તેને ખુલ્લી મુકી હતી. રાજેન્દ્રને લોકેશે જ બલિ માટે કુકડો લાવવા કહ્યું હતું.

    આ પણ વાંચો: ગજબનો શોખ: કબર પર લખેલી રેસિપીમાંથી સ્વાદિષ્ટ પકવાન બનાવે છે આ મહિલા, મરેલા લોકોની પસંદ જાણી મળે છે આનંદ

    પોલીસ અધિકારીએ કહ્યું કે, લોકેશ દ્વારા કુકડાની બિલ આપવા માટે કહેવા પર રાજેન્દ્રન ગુરુવારે સવારે ચાલ વાગ્યે પહોંચ્યો. તે લિફ્ટથી એકલો બિલ્ડીંગના ઉપરના માળે ગયો, થોડી વાર બાદ રાજેન્દ્રને ખુલી લિફ્ટમાંથી બહાર પગ રાખ્યો અને દુર્ઘટનાગ્રસ્ત થઈને જમીન પર પડ્યો. દુર્ઘટના બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

    પ્રાથમિક તપાસ બાદ પોલીસે કહ્યું કે, રાજેન્દ્રે ખુલ્લી જગ્યા પર કુકડાની ડોક કાપવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે, તેના ઘરમાં સિમેન્ટ અને તાર ભરેલા હતા.જ્યાં બલિ આપવા ગયો ત્યાં તેનો પગ લપસી ગયો અને નીચે પડ્યો, રાજેન્દ્રન છેલ્લા કેટલાય વર્ષોથી તેના પરિવારથી દૂર રહેતો હતો. હાલમાં પોલીસ તેના મૂળ એડ્રેસ શોધી રહી છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Chicken, ચેન્નાઇ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन