લંડન: સેન્ટ્રલ લંડનની એક ખૂબ લોકપ્રિય શોપિંગ સ્ટ્રીટ પર શુક્રવારે સાંજે એક વ્યક્તિ કોઈ પણ ઉદ્દેશ્ય વગર પૂરા બજારમાં વસ્ત્ર વગર ફરતો જોવા મળ્યો. આ વ્યક્તિએ પોતાની નગ્નતા છૂપાવવા માટે પોતાના પ્રાઈવેટ અંગ પર માસ્ક પહેર્યું હતું. ત્યાંથી પસાર થઈ રહેલા લકો તે વ્યક્તિને જોઈ ચકિત થઈ, ખુશ અને હતપ્રભ થઈ રહ્યા હતા.
વ્યક્તિએ પ્રાઈવેટ પાર્ટ પર માસ્ક પહેર્યું હતું
આ વ્યક્તિ ઓક્સફોર્ડ સ્ટ્રીટ પર નિર્લિપ્ત ભાવથી ત્યાં ઘણા સમય સુધી ફરતો રહ્યો. તેણે પોતાના પ્રાઈવેટ પાર્ટ પર માસ્ક પહેર્યું હતું. ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો પોતાના મોબાઈલ પર તેની તસવીર અને વીડિયો લેતા પણ જોવા મળ્યા હતા. એ જાણકારી નથી મળી શકી કે, કેમ આ વ્યક્તિ આ રીતે નગ્ન થઈ ફરતો હતો. જોકે, શુક્રવારથી દુકાનોમાં માસ્ક પહેરી પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
કોરોના વાયરસનું સંક્રમણ ઓછુ થવાનું નામ નથી લઈ રહ્યું. આ વાયરસના સંક્રમણની અલગ-અલગ રીત સામે આવી રહી છે. હમણા એક રિસર્ચમાં સામે આવ્યું કે, આ વાયરસ કાનને પણ નુકશાન પહોંચાડી શકે છે. મેડિકલ જર્નલ જામા ઓટોલરીંગોલોજીના એક રિસર્ચમાં સામે આવ્યું કે, કોરોના વાયરસ માત્ર નાક, ગળા અને ફેફસાને જ નહીં પરંતુ કાનને પણ સંક્રમિત કરી શકે છે. આ વાયરસથી કાનના પાછળના હાડકાને નુકશાન પહોંચે છે.
મેડિકલ જર્નલ જામા ઓટોલરીંગોલોજીમાં છપાયેલી આ સ્ટડીમાં ત્રણ એવા દર્દીની વાત કરવામાં આવી છે, જેમનું કોરોના વાયરસ સંક્રમણથી મોત થયું છે. આ ત્રણમાંથી એક 60 વર્ષના તો બીજા 80 વર્ષના હતા. આ બે દર્દીઓના કાનના પાછળના હાડકામાં કોરોના ઈન્ફેક્શન જોવા મળ્યું હતું. જોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિન કીએ કહ્યું કે, આ રિસર્ચ બાદ કોરોના વાયરસના લક્ષણવાળા લોકોમાં કાન પમ ચેક કરવામાં આવ્યા. 80 વર્ષિય જે દર્દી હતા તેમના માત્ર જમણા કાન વચ્ચે વાયરસ મળ્યો હતો. તો 60 વર્ષિય વ્યક્તિના ડાભા અને જમણા માસ્ટોયડમાં અને તેમના બંને કાનના મધ્યમાં વાયરસ હતો.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર