Home /News /national-international /Video Viral: ભાભી સાથે પ્રેમની શંકામાં પંચાયતે ફટકારી સજા, ‘અગ્નિપરીક્ષા’નો આદેશ આપ્યો, વીડિયો તમારા રૂંવાટા ઊભા કરી દેશે

Video Viral: ભાભી સાથે પ્રેમની શંકામાં પંચાયતે ફટકારી સજા, ‘અગ્નિપરીક્ષા’નો આદેશ આપ્યો, વીડિયો તમારા રૂંવાટા ઊભા કરી દેશે

વ્યક્તિએ ગરમ અંગારામાંથી સળિયો કાઢ્યો હતો.

Video Viral: એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે જે તમારા રૂંવાટા ઊભા કરી નાંખશે. એક માણસને સળગતા કોલસામાંથી પસાર થવાની સજા ફટકારવામાં આવી હતી. હકીકતમાં આ અગ્નિપરીક્ષા તેને આડાસંબંધને કારણે આપવી પડી છે. જણાવવામાં આવ્યું હતું કે, ભાભી સાથે પ્રેમસંબંધની શંકાએ તેને અગ્નિપરીક્ષા આપવી પડી હતી.

વધુ જુઓ ...
રાવણના કેદમાંથી મુક્ત થયા બાદ માતા સીતાને અયોધ્યા આવવા માટે અગ્નિપરીક્ષા કરવી પડી હતી. આ અગ્નિપરીક્ષા તેના ચારિત્ર્ય પર પ્રશ્ન બની ગઈ. જેને આજે પણ યાદ કરવામાં આવે છે. માતા સીતાએ અગ્નિપરીક્ષા પાસ કરી અને તેમની સત્યતા અને પવિત્રતાનો પુરાવો આપ્યો હતો. પરંતુ આજના યુગમાં આવું બનશે તે આશ્ચર્યજનક છે! પોતાની સત્યતા પુરવાર કરવા માટે એક મહિલા નહીં પરંતુ પુરૂષને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું. જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે જોઈને તમને આશ્ચર્ય થશે. એક માણસને સળગતા કોલસામાંથી ગરમ લોખંડનો સળિયો ખેંચવાની સજા ફટકારવામાં આવી છે. હકીકતમાં તેણે આ 'અગ્નિપરીક્ષા' આડાસંબંધની શંકામાં આપવી પડી હતી. એવું કહેવામાં આવી રહ્યુ હતુ કે, તેની ભાભી સાથે અફેર હોવાની શંકાના આધારે તે વ્યક્તિને અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું હતું.


અફેરની આશંકા,માં વ્યક્તિની અગ્નિપરીક્ષા


વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર આ વ્યક્તિની અગ્નિપરીક્ષાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેલંગાણાનો છે અને અગ્નિપરીક્ષા આપી રહેલા શખસનું નામ ગંગાધર હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ગામલોકોને આશંકા હતી કે તેના ભાઈની પત્ની એટલે કે ભાભી સાથે તેને આડાસંબંધ છે. તેથી તેને અગ્નિપરીક્ષા આપવી પડી હતી. બસ આ જ શંકામાં લોકોએ તેને અંગારા પર ચાલવાની સજા આપી હતી અને તે જ તેના શુદ્ધ ચારિત્ર્યનો પુરાવો હશે. વીડિયો વાયરલ થયા બાદ તેને આધુનિક યુગની અગ્નિપરીક્ષા કહેવામાં આવી રહી છે. જેમાં વ્યક્તિને સળગતી આગમાં કૂદવા માટે તો નથી કહેવાયું પણ સળગતા અંગારામાંથી લોખંડના સળિયાને હાથથી બહાર કાઢવાની સજા ફટકારવામાં આવી હતી.


વફાદારી સાબિત કરવા માટે પંચાયતે આપી સજા


વાયરલ વીડિયોમાં પણ જોવા મળે છે કે, વ્યક્તિએ પહેલા અંગારાની પરિક્રમા કરી હતી અને ત્યારબાદ તેણે હાથ જોડીને ભગવાન પાસે કંઈક માંગ્યું હતું. એ પછી તેણે હાથ વડે અંગારા વચ્ચેથી સળગતો લોખંડનો સળિયો ઊંચકીને ફેંક્યો અને પછી ત્યાંથી ચાલવા લાગ્યો હતો. પોતાની વફાદારી સાબિત કરવા માટે ગંગાધર નામના વ્યક્તિને ગ્રામ પંચાયતે સજા ફટકારી હતી. આ વીડિયોને ટ્વિટર પર શેર કરતાં એક યુઝરે કેપ્શનમાં લખ્યું હતું કે, ‘Agnipareeksha! રામાયણના આધુનિક યુગમાં એક પતિને આગમાં કૂદવા માટે બનાવવામાં આવ્યો હતો. મુલુગુ #તેલંગાણા તેની નિષ્ઠા સાબિત કરવા માટે ગંગાધરની નિર્દોષતા સાબિત કરવા માટે અગ્નિમાંથી લાલ ગરમ સળિયો કાઢવાનું કહેવામાં આવ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, તેની પત્નીએ તેના પર શંકા કરી નહોતી.’
First published:

Tags: Telangana, Video viral

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો