કોરોના વાયરસથી દેશમાં ચોથું મોત, પંજાબમાં 72 વર્ષના વૃદ્ધે ગુમાવ્યો જીવ

News18 Gujarati
Updated: March 19, 2020, 5:32 PM IST
કોરોના વાયરસથી દેશમાં ચોથું મોત, પંજાબમાં 72 વર્ષના વૃદ્ધે ગુમાવ્યો જીવ
પ્રતિકાત્મક તસવીર

પંજાબના નવાશહેરનો આ વ્યક્તિ બે સપ્તાહ પહેલા ઇટાલી અને જર્મનીથી પરત આવ્યો હતો

  • Share this:
નવી દિલ્હી : ચીન (China) માંથી ફેલાયેલી જીવલેણ બીમારીની અસર હવે ધીમે ધીમે ભારતમાં દેખાવા લાગી છે. ભારતમાં કોરોના વાયરસના કારણે ચોથું મોત થયું છે. વિદેશથી આવનાર પંજાબના 72 વર્ષીય વૃદ્ધનું કોરોના સંક્રમિતથી મોત થયું છે. પંજાબના નવાશહેરનો આ વ્યક્તિ બે સપ્તાહ પહેલા ઇટાલી અને જર્મનીથી પરત આવ્યો હતો. પીજીઆઈએમઈઆરના નિર્દેશક જગત રામે જણાવ્યું હતું કે દર્દી ડાયાબિટીસ અને હાઇબ્લડ પ્રેસરનો શિકાર હતો. દર્દીના તપાસ માટે મોકલવામાં આવેલા સેમ્પલમાં કોરોના વાયરસ સંક્રમણની પૃષ્ટી થઈ છે.

આ પહેલા મહારાષ્ટ્ર (Maharashtra)માં મંગળવારે કોરાના વાયરસના (Coronavirus Infection) સંક્રમણને કારણે એક 64 વર્ષીય વૃદ્ધનું મોત થયું છે. જે પહેલા દિલ્હીમાં અને કર્ણાટકમાં 1-1 મોત થયું છે.

આ પણ વાંચો - કોરોના વાયરસ : ભારત માટે રાહતની ખબર, કોમ્યુનિટીમાં હજી નથી ફેલાઇ રહ્યું સંક્રમણ

સ્વાસ્થ્ય અધિકારીઓએ તેના મોતમાં યોગ્ય કારણની પૃષ્ટી કરી નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પણ આ સંબંધમાં કોઈ તત્કાલ જાણકારી મળી નથી. જિલ્લાના સિવિલ સર્જન પ્રસાદ ભાટિયાએ કહ્યું હતું કે આ વ્યક્તિ સાત માર્ચે ઇટાલીના રસ્તે જર્મનીથી પરત ફર્યો હતો.

આ પણ વાંચો - કોંગ્રેસ સાંસદે ગણાવ્યા ગૌમૂત્રના ફાયદા, કેન્સર ઠીક થવાનો કિસ્સો કહ્યો

રાજ્યના પ્રધાન સચિવ (સ્વાસ્થ્ય) અનુરાગ અગ્રવાલે પૃષ્ટી કરી કે બાંગા નિવાસી તપાસમાં સંક્રમિત આવ્યો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના મતે દેશના વિભિન્ન ભાગમાં 18 નવા મામલા આવ્યા પછી કોરોના વાયરસના કુલ મામલોની સંખ્યા 169 પર પહોંચી ગઈ છે.
First published: March 19, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading