તામિલનાડુ: ત્રિપુરા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીત મળ્યા બાદ હિંસાના સમાચાર સામે આવ્યા છે. જેમાં તામિલનાડુમાં ભાજપની ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. આ ઘટના મંગળનારે મોડી રાત્રે બની છે. આ ઘટનામાં તામિલનાડુના વેલ્લુરમાં પેરિયારની મૂર્તિ તોડવામાં આવી હતી. જેને લઈને સમગ્ર ઘટના હિંસક બની છે. જો કે આ સમગ્ર ઘટનાના પગલે પોલીસે 2 આરોપીની ઘરપકડ કરી છે. આ સાથે જ સમગ્ર ઘટનાના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે.
ત્રિપુરામાં લેનિનની 2 મુર્તિ તોડયા બાદ તામિલનાડુના વેલ્લુર જિલ્લામાં સુધારક અને દ્રવિડ આંદોલનના નેતા ઈવી રામાસ્વામી એટલે કે પેરિયારની પ્રતિમાને નુકસાન પહોચાડવાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર તિરૂપુર કોર્પોરેશન ઓફિસમાં લગાવવામાં આવેલી પેરિયારની પ્રતિમાના કાચના કવરને અને પેરિયારની મૂર્તિનું નાક તોડવામાં આવ્યું છે. આ ઘટના મંગળવારે સાંજે 9 વાગ્યે બની હોવાનું સામે આવ્યું છે. જો કે આ ઘટનામાં પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. અને પોલીસના જણાવ્યા અનુસાર જે બે વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે જેની ઓળખ મુથુરમન અને ફ્રાંસિસ તરીકે થઇ છે. બંનેએ નશાની હાલતમાં મૂર્તિને ક્ષતિગ્રસ્ત કરી હતી. પોલીસે કહ્યું કે બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે કહ્યું કે શંકા છે કે મુથુરમન ભાજપના કાર્યકર્તા છે ત્યાં ફ્રાંસીસના સીપીઆઈ કાર્યકર્તા હોવાની વાત કહેવામાં આવી રહી છે. પોલીસનો દાવો છે કે આ ઘટનાને નશામાં રહેલા બે વ્યક્તિઓએ અંજામ આપ્યો છે.
મહત્વનું છે કે પેરિયારની મૂર્તિને તોડવાની આ ઘટના ભાજપ નેતા એચ.રાજાની એક ફેસબુક પોસ્ટ બાદ થઇ હતી. જેમાં તેને પેરિયારને જાતિવાદ બતાવીને પ્રતિમાને નષ્ટ કરવાની વાત કરી છે.
રાજાએ ફેસબૂક પર લખ્યું કે, 'લેનિન કોણ છે? લેનિનને ભારત સાથે શું લેવાદેવા છે? ભારત અને સામ્યવાદ વચ્ચે શું સંબંધ છે? લેનિનની પ્રતિમા આજે ત્રિપુરામાં નષ્ટ થઈ છે કાલે તામિલનાડુમાં જાતિવાદી પેરિયારની પ્રતિમા તુટશે'
#TamilNadu : Periyar statue inside Tirupattur corporation office vandalised in Vellore district. Two persons arrested by Police. pic.twitter.com/F8ufRU121e
ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં ભાજપની જીત બાદથી આગચંપી, મારામારી, તોડફોડ, ઝપાઝપી, અને હિંસાનો દોર શરૂ થઇ ગયો છે. એક બાજુ CPI(M) આ હિંસા માટે ભાજપને જવાબદાર ગણાવી રહ્યું છે, તો બીજીબાજુ ભાજપે કહ્યું કે હિંસાનો સહારો લેવાની તેની પરંપરા નથી.
પેરિયાર એક સામાજિક કાર્યકર્તા અને રાજકારણી હતા. આ સિવાય તેને દ્રવિડ રાજનીતિના જનક પણ કહેવામાં આવે છે.તામિલનાડુમાં ઇવી રામાસ્વામી એટલે કે પેરિયાર (1879-1973)એ પ્રસિદ્ધ પેરિયાર આંદોલન ચલાવ્યું હતું.આ આંદોલન નાસ્તિકતાના પ્રસાર માટે ઓળખાય છે. ત્યારબાદ તેમણે કડગામ નામથી રાજકીય પાર્ટી બનાવી હતી. તેની વિભિન્ન શાખાઓ અને ડીએમકે જેવી દ્રવિડિયન પાર્ટીઓના સભ્યોએ ખુલ્લી રીતે નાસ્તિકતાનો પ્રસાર અને તેનો સ્વીકાર કર્યો.
મહત્વનું છે કે લોકો દ્વારા કરવામાં આવેલી ટીકાને લઈને ભાજપના નેતાએ પોતાની પોસ્ટને ફેસબૂક પરથી હટાવી દીધી હતી. જ્યારે બીજી તરફ વિપક્ષે ભાજપના નેતા રાજાની ધરપકડ કરવાની માગ કરી છે.
Published by:Nisha Kachhadiya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર