Home /News /national-international /કામણગારી કાયાથી દર મહિને 1 કરોડ રૂપિયા કમાય છે આ 6 બાળકોની માતા, પણ હવે પોલીસ પડી છે પાછળ

કામણગારી કાયાથી દર મહિને 1 કરોડ રૂપિયા કમાય છે આ 6 બાળકોની માતા, પણ હવે પોલીસ પડી છે પાછળ

સ્કોટલેન્ડની આ મહિલા દર મહિને કમાય છે 1 કરોડ રૂપિયા (સોશિયલ મીડિયા)

લીસા આ અગાઉ લૈપ ડાંસર તરીકે દર અઠવાડીયે 2થી 3 લાખ રૂપિયા કમાણી કરી લેતી હતી. તે સમયે તેણે પોતાનો ભૂતકાળ બધાથી છુપાવીને રાખ્યો અને એ વાત છુપાવી કે તે છ બાળકોની માતા છે.

    ઈનવર્નેસ: સ્કોટલેન્ડના ઈનવર્નેસ શહેરમાં રહેતી 30 વર્ષની લીસા મૈરી મૈથર્સે ખુલાસો કર્યો છે કે, તે પોતાની સુંદરતા દ્વારા દર મહિને 1 લાખ પાઉન્ડ (લગભગ એક કરોડ રૂપિયા)ની કમાણી કરે છે. પણ પોતાના આ નવા કામ પહેલા તેને પોલીસનો ડર સતાવી રહ્યો છે. લીસા નામ ઈંટરપોલની મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ છે અને પોલીસ તેને શોધી રહી છે.

    લીસા આ અગાઉ લૈપ ડાંસર તરીકે દર અઠવાડીયે 2થી 3 લાખ રૂપિયા કમાણી કરી લેતી હતી. તે સમયે તેણે પોતાનો ભૂતકાળ બધાથી છુપાવીને રાખ્યો અને એ વાત છુપાવી કે તે છ બાળકોની માતા છે. પોતાના આ કામથી થાકી હારીને લીસાએ ઈંગ્લિશ ડિગ્રી માટે અભ્યાસ શરુ કર્યો અને આ દરમિયાન તેણે penelopeesecret વેબકૈમ ગર્લવાળી ઓળખાણ જાહેર થઈ ગઈ. ત્યારે આવા સમયે તેને અભ્યાસ છોડીને પોતાનું ઓનલાઈન મોડલિંગને જ કમાણીનું સાધન બનાવાનો નિર્ણય કર્યો.

    આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર દેખાવડી છોકરી જોઈ બીજી છોકરી તેના પ્રેમમાં પડી, લગ્ન કરવા માટે ઘરે પહોંચી ગઈ

    આ કારણે પાછળ પડી છે પોલીસ


    લીસાએ કહ્યુ કે, 2017થી નોર્વેની પોલીસ તેની પાછળ પડી છે. હકીકતમાં આ મામલો પહેલા બે બાળકોની કસ્ટડીને લઈને હતો. પતિને છોડીને બે બાળકો લઈને ભાગવા પર કોર્ટમાંથી તેને નોટિસ મળી હતી. કોર્ટના આદેશમાં લખ્યું હતું કે, પાછી આવીને તે બાળકોને ચાઈલ્ડ કેર કસ્ટડીને પાછા સોંપે, જેને લીસાએ નજરઅંદાજ કર્યું. ત્યાર બાદ તેના વિરુદ્ધ ધરપકડ વોરન્ટ ઈશ્યૂ થયું. લીસાને હવે એ ડર સતાવી રહ્યો છે કે, નોર્વે પોલીસ તેની ધરપકડ કરશે. લીસાના તમામ બાળકોની ઉંમર 2થી 12 વર્ષ છે.

    આવી રીતે કમાય છે 1 કરોડ રૂપિયા


    પોતાના એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લીસાએ જણાવ્યું છે કે, તેને એક જર્મન મેનેજમેન્ટ એજન્સી સાથે મળીને વેબકૈમ ગર્લનું કામ કરી અને ઓનલાઈન મોડિલિંગ શરુ કર્યું છે. તેના વીડિયો અને ફોટોઝ ઈંસ્ટાગ્રામ અને ઓનલી માય ફેન્સ જેવા પ્લેટફોર્મ પર ખૂબ પસંદ કરવામાં આવે છે. લીસાએ પોતાના હોટ ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, જેને જોઈને એ અંદાજો લગાવવો મુશ્કેલ છે કે, તે 6 બાળકોની માતા છે. જર્મન કંપની લીસાએ જણાવ્યું છે કે, તે ટૂંક સમયમાં 1 લાખ પાઉન્ડ દર મહિને કમાવા લાગશે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Scotland

    विज्ञापन
    विज्ञापन