Home /News /national-international /અમેરિકાના આ કસ્બામાં લોકોએ બકરીને મેયર તરીકે ચૂંટી

અમેરિકાના આ કસ્બામાં લોકોએ બકરીને મેયર તરીકે ચૂંટી

પ્રતિકાત્મક તસવીર

મિશિગનના એક ગામમાં રમત ગમતના મેદાન માટે ફન્ડ એકઠુ કરવા માટે એક વ્યક્તિએ પશુઓની ચૂંટણી યોજી હતી જેમાં એક સ્કૂલ ટીચરની બકરી મેયર તરીકે ચૂંટાઈ હતી.

ન્યૂઝ 18 ગુજરાતી: અમેરિકાના એક કસ્બામાં લોકોએ એક બકરીની મેયર તરીકે ચૂંટી છે. 2500 લોકોની વસતિ ધરાવતી આ વસાહતમાં લોકોને અપેક્ષા છે કે ત્રણ વર્ષની બકરી તેમના માટે કામ કરશે. મંગળવારે બકરી લિંકને અન્ય 16 પશુઓને હરાવી અને જીત નોંધાવી છે. આ ચૂંટણીમાં કુતરા અને બિલાડી પણ ઉમેદવાર હતા.

આ વસાવહતના રહેવાસી ગંટરને સમાચાર સંભળાવ્યા હતા કે મિશિગનના ઓમેના ગામમમાં બિલાડીને ઉચ્ચ અધિકારી બનાવાઈ છે, તેમને રમતના મેદાન માટે ફંડ એકઠું કરવા માટે આવી જ એક રોચક ચૂંટણી યોજાવની ઇચ્છા થઈ હતી. એક સ્કૂલ ટીચરની બકરી લિંકને કસ્બના વાર્ષિક ઉત્સવ દરમિયાન પોતાની હાજરી નોંધાવશે. ગંટરે જણાવ્યું હતું કે ઉનાળામાં દર શુક્રવારે મેમોરિયલ ડે પરેડમાં, એપ્પલ ફેસ્ટ અને અન્ય કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. બકરીની નિયુક્તિ એક વર્ષ માટે કરવામાં આવી છે.

ગંટરને આ ચૂંટણીમાં રમત ગમત માટે મેદાનનું નિર્માણ કરવા માટે પ્રતિ ઉમેદવાર 5 ડૉલરનું ફન્ડ મળ્યું હતું. ચૂંટણી યોજીને તેણે 100 ડૉલરનું ફન્ડ એકઠું કરાવ્યું હતું. તેમણે કહ્યું કે આ એક રસપ્રદ નુસ્ખો છે, જેના દ્વારા તમે કોઈ પણ કાર્ય માટે અનુદાન એકત્રીત કરી શકો છે. મને અપેક્ષા છે કે આવનારા વર્ષે વધારે સારું થઈ શકશે.
First published:

Tags: Goat, Mayor, OMG, USA