નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે એક કાર્યક્રમમાં કોરોના વાયરસ, સીએએ સહિત ઘણા મુદ્દા પર પોતાના વિચાર રજુ કર્યા હતા. પ્રધાનમંત્રીએ મોદીએ કહ્યું હતું કે દરેક યુગ આપણી પરીક્ષા માટે નવા પડકાર લઈને આવે છે અને આપણી એકજુટતા ભાવનાને પરખવા અને મજબૂત કરવા માટે નવા પડકાર લાવે છે. આજે COVID 2019 દુનિયા સામે એક મોટો પડકાર છે.
એક અંગ્રેજી ચેનલના કાર્યક્રમને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે એક એવો સમય હતો કે જ્યારે એક ખાસ વર્ગની ભવિષ્યવાણીઓ પ્રમાણે જ ચીજો ચાલ્યા કરતી હતી. જે સલાહ તેમણે આપી છે તે જ ફાઇનલ માનવામાં આવતી હતી. જોકે ટેકનિક વિકાસ અને વાતચીતના ‘લોકતંત્રીકરણ’થી હવે આજે સમાજના દરેક વર્ગના લોકોના વિચાર મહત્વ રાખે છે. આપણી ‘Collaborate To Create’ની ભાવનાની પરીક્ષા લેવા માટે અને તેને મજબૂત કરવા માટે દરેક યુગમાં નવા-નવા પડકારો સામે આવે છે. આજે COVID-19 નોવેલ કોરોના વાયરસ છે.
આ પણ વાંચો - Yes Bankને પાટા પર લાવવાનો પ્લાન તૈયાર, SBI ખરીદશે મોટો ભાગ
પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી સામે માર્ગ હતો કે પહેલાથી જે ચાલી રહ્યું છે તે જ માર્ગ પર ચાલીએ અથવા પોતાના નવો રસ્તો બનાવીએ. નવા દ્રષ્ટીકોણ સાથે આગળ વધીએ. અમે નવો માર્ગ બનાવ્યો છે. નવા દ્રષ્ટીકોણથી આગળ વધ્યા અને તેમાં સૌથી મોટી પ્રાથમિકતા આપી લોકોની મહત્વકાંક્ષાને. પીએમે કહ્યું હતું કે ડીબીટી દ્વારા અમે પહેલાની સ્થિતિમાં મોટો ફેરફાર લાવ્યા અને હજારો કરોડ રુપિયા ખોટા હાથમાં જવાથી બચાવ્યા. રેરા કાનૂન બનાવીને અમે રિયલ એસ્ટેટ સેક્ટરને બ્લેકમનીના બંધનથી મુક્ત કરવાનો પ્રયત્ન કર્યો અને મધ્યમ વર્ગની પહોંચ, તેમના સપનાના ઘર સુધી બનાવી છે.
પીએમે કહ્યું હતું કે જે લોકો દુનિયાભરના શરણાર્થી અધિકારો માટે જ્ઞાન આપે છે, તે શરણાર્થીઓ માટે બનેલા CAAનો વિરોધ કરે છે. જે લોકો દિવસ-રાત સંવિધાનની દુહાઈ આપે છે તે આર્ટિકલ 370 જેવી અસ્થાયી વ્યવસ્થા હટાવી, જમ્મુ કાશ્મીરમાંથી પુરી રીતે સંવિધાન લાગુ કરવાનો વિરોધ કરે છે.
Published by:News18 Gujarati
First published:March 06, 2020, 22:01 pm