VIDEO: આ રહસ્યમય ખાડો જોઈને લોકો આશ્ચર્યચકિત, કાશ્મીરમાં વહેતી નદીને ગળી ગયો આ સિંકહોલ
VIDEO: આ રહસ્યમય ખાડો જોઈને લોકો આશ્ચર્યચકિત, કાશ્મીરમાં વહેતી નદીને ગળી ગયો આ સિંકહોલ
અનંતનાગ જિલ્લામાં એક પ્રખ્યાત ટ્રાઉટ સ્ટ્રીમનો લગભગ 20 કિમી લાંબો વિસ્તાર તાજા પાણીનો પ્રવાહ અચાનક ખતમ થઈ જતાં સુકાઈ ગયો છે.
કાશ્મીરના અનંતનાગ (Kashmir’s Anantnag)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નદીમાં અચાનક એક મોટો ખાડો પડી ગયો (Massive Sinkhole Swallows River), જેના પછી નદીનું તમામ પાણી એક જ ખાડામાં પડવા લાગ્યું.
કાશ્મીરના અનંતનાગ (Kashmir’s Anantnag)માં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નદીમાં અચાનક એક મોટો ખાડો પડી ગયો (Massive Sinkhole Swallows River), જેના પછી નદીનું તમામ પાણી એક જ ખાડામાં પડવા લાગ્યું. હાલ તો આ પાણી ક્યાં જઈ રહ્યું છે તે પણ જાણી શકાયું નથી. જેના કારણે જળચર પ્રાણીસૃષ્ટિને ઘણું નુકસાન થયું છે. તેમાં પણ ખાસ કરીને ટ્રાઉટ માછલીને ઘણું નુકસાન થયું છે. અનંતનાગના કોકરનાગમાં વહેતી બ્રિંગી નદીમાં આ સિંકહોલને કારણે કોઈ જાન-માલનું નુકસાન ન થાય તે માટે પ્રશાસને આ વિસ્તારમાં કલમ 144 લાગુ કરી છે.
અનંતનાગ જિલ્લામાં એક પ્રખ્યાત ટ્રાઉટ સ્ટ્રીમનો લગભગ 20 કિમી લાંબો વિસ્તાર તાજા પાણીનો પ્રવાહ અચાનક ખતમ થઈ જતાં સુકાઈ ગયો છે. સ્થાનિકો તેમની સલામતી માટે ભયભીત છે કારણ કે સમગ્ર પ્રવાહ સિંકહોલ દ્વારા ગળી ગયો હોય તેવું લાગે છે. પાણી ટાયવર્ટ કરવાના વહીવટીતંત્રના પ્રયાસો સફળ થતા નથી.
નદી આ હાલતમાં પહોંચી ગયા બાદ હવે સ્થાનિકો પોતાની સલામતી પીવાના પાણી અને સિંચાઈને લઈને ચિંતિત છે. તેઓ માને છે કે નદી સાથે જે બન્યું છે તે તેમની જમીન અને ગામ સાથે પણ થઈ શકે છે.
આ નદીમાં મોટી સંખ્યામાં ટ્રાઉટ સહિતની માછલીઓ મૃત્યુ પામી છે. જો કે અધિકારીઓનું કહેવું છે કે તેઓએ તેમની શ્રેષ્ઠ ક્ષમતા મુજબ ઘણી ટ્રાઉટ માછલીઓને બચાવી છે અને તેમને અન્ય જળાશયોમાં ખસેડી છે.
હાલમાં આ પ્રવાહમાં વધુ પાણી નથી કારણ કે વર્તમાન તાપમાનમાં બરફ સરળતાથી પીગળી રહ્યો નથી. પરંતુ આવતા મહિને પાણીના સ્તરમાં ઝડપથી વધારો થશે તેવી લોકોને ચિંતા છે.
એવું માનવામાં આવે છે કે નદીમાં આ સિંકહોલ ચૂનાના ખડકોના રાસાયણિક વિસર્જનને કારણે થયું હતું. પ્રશાસને લોકોને તેની નજીક ન આવવાની અપીલ કરી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર