Home /News /national-international /War Effect : પ્રતિબંધો બાદ રશિયાના બજારોમાં કોન્ડોમની અછત! સ્ટોક ભેગો કરવા લોકોની પડાપડી

War Effect : પ્રતિબંધો બાદ રશિયાના બજારોમાં કોન્ડોમની અછત! સ્ટોક ભેગો કરવા લોકોની પડાપડી

યુવાનો ભયંકર વ્યસનની ચપેટમાં આવી ગયા છે

Why Condom Sales Jump in Russia: રશિયનોને ડર છે કે પ્રતિબંધોની અસર કોન્ડોમની કિંમતો પર પણ પડી શકે છે. બજારમાં કોન્ડોમનો પુરવઠો પણ ઘટી શકે છે. જ્યાં રશિયામાં ઘણી કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે ત્યારે બ્રિટિશ કોન્ડોમ ઉત્પાદક રેકિટે ત્યાં પોતાનો વ્યવસાય ચાલુ રાખ્યો છે.

વધુ જુઓ ...
    રશિયા લગભગ એક મહિનાથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે (Russia-Ukraine War). આ યુદ્ધની અસર આખી દુનિયામાં જોવા મળી રહી છે. આ દરમિયાન ચોંકાવનારી માહિતી મળી છે. યુદ્ધની વચ્ચે રશિયામાં કોન્ડોમનું વેચાણ અચાનક જ ઝડપથી વધી ગયું છે. એક બ્રિટિશ અખબાર અનુસાર, દેશમાં કોન્ડોમના વેચાણમાં 170 ટકાનો ઉછાળો આવ્યો છે. અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધો બાદ રશિયાના લોકો બજારમાં કોન્ડોમની અછતથી ડરી ગયા છે. જેથી સ્ટોકની ખરીદી કરવામાં આવી રહી છે.

    ડેઈલી સ્ટારના અહેવાલ મુજબ રશિયાના લોકોને ડર છે કે પ્રતિબંધોની અસર કોન્ડોમની કિંમતો પર પણ પડી શકે છે. બજારમાં કોન્ડોમનો પુરવઠો પણ ઘટી શકે છે. જ્યાં રશિયામાં ઘણી કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે ત્યારે બ્રિટિશ કોન્ડોમ ઉત્પાદક રેકિટે ત્યાં પોતાનો વ્યવસાય ચાલુ રાખ્યો છે. રશિયન ઓનલાઈન રિટેલર વાઈલ્ડબેરીઝે આ જાણકારી આપી છે.

    આ પણ વાંચો - PM મોદી પણ જઇ શકે છે ચીન! જાણો ચીનના વિદેશમંત્રી વાંગ યીની ભારત યાત્રા કેમ મહત્વપૂર્ણ?

    કેમિસ્ટ દ્વારા કોન્ડોમના વેચાણમાં 32 ટકાનો વધારો થયો


    રશિયન ફાર્મસી ચેઇન 36.6 PJSC એ જણાવ્યું છે કે કોન્ડોમના વેચાણમાં 26 ટકાનો ઉછાળો આવ્યો છે. કેમિસ્ટના કોન્ડોમના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 32 ટકાનો વધારો થયો છે. રશિયન સુપરમાર્કેટ અનુસાર, કોન્ડોમના વેચાણમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે.

    આ પણ વાંચો - યુદ્ધ દરમિયાન TikTok વીડિયો બનાવવાનો શોખ પડ્યો ભારે, સેનાઓ દેશદ્રોહના આરોપમાં કરી ધરપકડ!

    સ્ટોક જમા કરી રહ્યા છે લોકો


    મોસ્કોમાં એક એડલ્ટ સ્ટોરની કો-પાર્ટનર યેસેનિયા શામોનિનાએ જણાવ્યું કે લોકો ભવિષ્ય માટે કોન્ડોમ એકઠા કરી રહ્યા છે. દેશમાં કોન્ડોમની કિંમતોમાં પણ વધારો થયો છે. પશ્ચિમી ચલણના સંબંધમાં રશિયન રૂબલ નબળો પડ્યો છે, જેના કારણે વસ્તુઓના ભાવમાં વધારો થયો છે.
    Published by:Bhavyata Gadkari
    First published:

    Tags: Russia and Ukraine War, Russia news, Russia ukraine crisis

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन