મહુડાનું ચમત્કારી ઝાડ : બીમારી દૂર થતી હોવાની અફવા બાદ લાઇનો લાગી!

News18 Gujarati
Updated: November 6, 2019, 11:24 AM IST
મહુડાનું ચમત્કારી ઝાડ : બીમારી દૂર થતી હોવાની અફવા બાદ લાઇનો લાગી!
મહુડાનું ચમત્કારી ઝાડ

વિસ્તારમાં એવી અફવા ફેલાઈ રહી છે કે મહુડાને સ્પર્શ કરતા જ તમામ બીમારી મટી જાય છે. વોટ્સએપના એક વાયરલ મેસેજથી આ અફવા ફરતી થઈ છે.

  • Share this:
ભોપાલ : મધ્ય પ્રદેશના પચમઢી (Pachmarhi) પાસે સતપુડા ટાઇગર રિઝર્વ (Satpura Tiger Reserve)ની વચ્ચોવચ શ્રદ્ધાળુઓનો મેળો જામે છે. સંરક્ષિત ક્ષેત્રમાં આ લોકો વાઘને કે કોઈ જંગલી પ્રાણીને જોવા માટે નહીં પરંતુ ખાસ બની ગયેલા એક મહુડા (Mahua Tree)ના વૃક્ષને જોવા માટે અહીં પહોંચી રહ્યા છે. આ વિસ્તારમાં એવી અફવા ફેલાઈ છે કે આ મહુડાના વૃક્ષને સ્પર્શ કરવાથી તમામ બીમારી સારી થઈ જાય છે. વૉટ્સઍપના એક વાયરલ મેસેજ (WhatsApp Message gone Viral)થી આ અફવા ફેલાઈ રહી છે.

પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે દરરોજ 10 હજારથી વધારે લોકો અહીં પહોંચી રહ્યા છે. બુધવારે અને રવિવારે શ્રદ્ધાળુઓની સંખ્યા એક લાખની વધારે થઈ જાય છે. ટાઇગર રિઝર્વમાં અચાનક આટલી ભીડને કારણે સ્થાનિક તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. અહીં આવતા લોકો અલગ અલગ પ્રકારની બીમારીથી સાજા થવાની પ્રાર્થના કરે છે. અમુક લોકો તો ફક્ત પોતાના પરિવારના સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરવા માટે અહીં આવી રહ્યા છે.પિપરિયાના સ્થાનિક એડીએમ મદનસિંહ રઘુવંશીએ જણાવ્યું કે, લોકોની ભીડ સતત વધી રહી છે. એવામાં કોઈ દુર્ઘટના ઘટવાની પણ આશંકા વધી ગઈ છે. નવરાત્રીના સમયથી એક વૉટ્સઍપ મેસેજ વાયરલ થયો હતો. આ વાયરલ સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, આ મહુડાનું વૃક્ષ ચમત્કારી છે. પહેલા લોકો કૌતુક પૂર્વક આ વૃક્ષને જોવા માટે આવતા હતા, પરંતુ ધીમે ધીમે લોકોની સંખ્યા ભીડમાં પરિવર્તિત થઈ ગઈ હતી.

સતપુડા ટાઇગર રિઝર્વ 524 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. પચમઢી અને બોરી વાઇલ્ડલાઇફ સેન્ચૂરીને મેળવીને જોવામાં આવે તો 2200 વર્ગ કિલોમીટરના ક્ષેત્રમાં વન્ય જીવોની સુરક્ષા માટે આ ઉત્તમ જગ્યા છે. પરંતુ આ કથિત ચમત્કારી વૃક્ષને કારણે અહીં હજારો શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આ લોકો દ્વારા પ્રગટાવવામાં આવતી હજારો અગરબતીને કારણે વન્ય જીવોની દિનચર્યામાં પણ અસર પહોંચી રહી છે.

વન વિભાગના કર્મચારીઓએ પહેલા અહીં આવતા લોકોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમને સફળતા મળી ન હતી. હવે વન વિભાગ આને વ્યવસ્થિત કરવા અંગે કામ કરી રહ્યું છે.
First published: November 6, 2019, 11:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading