Home /News /national-international /પાકિસ્તાનના લોકો ભૂખથી પીડાય રહ્યાં છે, સરકાર હવે સેના સાથે ખેતી કરશે, 45 હજાર એકર જેટલી જમીન સોંપાઈ...

પાકિસ્તાનના લોકો ભૂખથી પીડાય રહ્યાં છે, સરકાર હવે સેના સાથે ખેતી કરશે, 45 હજાર એકર જેટલી જમીન સોંપાઈ...

પાકની ઉપજમાં વધારો કરવા માટે પાકિસ્તાની સેનાને ખેતી કરવાની છૂટ આપવામાં આવી છે.

Pakistani Army Corporate Farming: પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાજ્યના ત્રણ જિલ્લા ભાકર, ખુશાબ અને સાહિવાલમાં 45,267 એકર જમીન સેનાને સોંપી દીધી છે. પાકિસ્તાનની સેના આ જમીન પર કોર્પોરેટ એગ્રીકલ્ચર ફાર્મિંગ કરવા જઈ રહી છે.

ઈસ્લામાબાદ : હાલના દિવસોમાં પાકિસ્તાન સંકટોના વાદળોથી ઘેરાયેલુ છે. જ્યાં એક તરફ આર્થિક સ્થિતિ ઝડપથી બગડી રહી છે, તો બીજી તરફ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પણ સમગ્ર વિશ્વમાં ફજેતીનો સામનો કરી રહ્યા છે. સ્થિતિ એટલી ખરાબ છે કે, સામાન્ય જનતા ભૂખે મરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં હવે પાકિસ્તાન સરકારે વધુ એક વટહુકમ બહાર પાડ્યો છે. આ હિસાબે હવે પાકિસ્તાની સેના ખેતી કરશે. પાકિસ્તાનમાં 100 અબજ ડોલરથી વધુનો બિઝનેસ કરતી પાકિસ્તાની સેના હવે ખેતી કરવા જઈ રહી છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતની રખેવાળ સરકારે રાજ્યના ત્રણ જિલ્લા ભાકર, ખુશાબ અને સાહિવાલમાં 45,267 એકર જમીન સેનાને સોંપી દીધી છે. પાકિસ્તાનની સેના આ જમીન પર કોર્પોરેટ એગ્રીકલ્ચર ફાર્મિંગ કરવા જઈ રહી છે. પાકિસ્તાની મીડિયાની વાત માનીએ તો આ માટે સેનાના લેન્ડ ડિરેક્ટોરેટે પંજાબ પ્રાંતના મુખ્ય સચિવ સહિત અનેક અધિકારીઓને આ સંબંધમાં પત્ર પણ લખ્યો છે. આ માટે સેનાએ રાજ્ય પાસેથી કુલ 45,267 એકર જમીન માંગી હતી.

સેના ખેતી કરવાનુ શરુ કર્યુ

પાકની ઉપજમાં વધારો કરવા માટે પાકિસ્તાની સેનાને ખેતી કરવાની પરવાનગી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ સંયુક્ત સાહસમાં પૂર્ણ થશે. જો સૂત્રોનું માનીએ તો આમાં સેના મેનેજમેન્ટની ભૂમિકા ભજવશે જ્યારે જમીનની માલિકી પ્રાંતીય સરકાર પાસે રહેશે. સેનાને કોર્પોરેટ એગ્રીકલ્ચરમાંથી થતી આવકનો કોઈ લાભ કે, હિસ્સો મળશે નહીં.

આ પણ વાંચો : Covid New Variant- ભારતમાં આવશે કોરોનાની લહેર! એક્સપર્ટે કહ્યું, નવો સબ-વેરિયન્ટ ઝડપથી ફેલાઈ રહ્યો છે...

પાકિસ્તાની ન્યૂઝ ચેનલ જિયો ટીવીએ સૂત્રોને ટાંકીને કહ્યું છે કે, સેના દર વર્ષે ખાદ્ય સુરક્ષા અને ખેતીની જમીનમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ભૂમિકા ભજવે છે.

પાકિસ્તાની અખબાર ડૉનના અહેવાલ મુજબ, પાકિસ્તાન સરકાર અને પંજાબ સરકાર વચ્ચે 8 માર્ચે સંયુક્ત સાહસ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર બાદ તરત જ રાજ્ય સરકારે સરકારી જમીન સેનાને સોંપી દીધી.
First published:

Tags: Hunger, Inflation, Pakistan Army

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો