જ્યારે PM મોદીએ આર્ટિકલ 370નો ઉલ્લેખ કર્યો તો બેંકોક સ્ટેડિયમમાં આવું દૃશ્ય સર્જાયું

News18 Gujarati
Updated: November 3, 2019, 7:56 AM IST
જ્યારે PM મોદીએ આર્ટિકલ 370નો ઉલ્લેખ કર્યો તો બેંકોક સ્ટેડિયમમાં આવું દૃશ્ય સર્જાયું
શ્રોતાઓએ વડાપ્રધાનના માનમાં ઊભા થઈને મોદી-મોદીના નારા લગાવ્યા (Photo: Twitter)

શ્રોતાઓએ વડાપ્રધાનના માનમાં ઊભા થઈને મોદી-મોદીના નારા લગાવ્યા, PMએ કહ્યુ- ધન્યવાદ

  • Share this:
બેંકોક : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 3 દિવસના પોતાના પ્રવાસ દરમિયાન થાઇલેન્ડના બેંકોક (Modi's Thailand visit) પહોંચ્યા. અહીં શનિવારે તેઓએ બેંકોકના નેશનલ સ્ટેડિયમમાં હજારો ભારતીયોને સંબોધિત કર્યા. અમેરિકામાં હાઉડી મોદી (Howdi Modi)ની જેમ આ કાર્યક્રમને સવાસ્દી મોદી (Sawasdee Modi) કાર્યક્રમ નામ આપવાામાં આવ્યું હતું. કાર્યક્રમની સૌથી મહત્વની પળ ત્યારે આવી જ્યારે પીએમ મોદીએ આર્ટિકલ 370 (article 370)નો ઉલ્લેખ કર્યો. તેનો ઉલ્લેખ કરતાં જ સમગ્ર સ્ટેડિયમમાં ઉપસ્થિત લોકો સન્માનમાં ઊભા થઈ ગયા. મોદી-મોદીના નારાની વચ્ચે હજારો લોકોએ પીએમ મોદીને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. તેની પર વડાપ્રધાને તેમને ધન્યવાદ કહ્યુ.

કાર્યક્રમને સંબોધિત કરતાં વડાપ્રધાન મોદી (PM Modi)એ આર્ટિકલ 370નો ઉલ્લેખ કરતાં કહ્યુ કે, અમારી સરકારે ભારતમાં આતંકવાદ અને અલગતાવાદના બીજ વાવવાના પાછળના કારણથી છુટકારો મેળવી લીધો છે. વડાપ્રધાન મોદીએ આર્ટિકલ 370ની મોટાભાગની જોગવાઈ હટાવવાના નિર્ણય વિશે કહ્યુ કે, જ્યારે સાચો નિર્ણય હોય છે તો તેની ગૂંજ સમગ્ર દુનિયામાં સંભળાય છે. આપને પણ જાણ છે કે ભારતમાં શું થયું છે. નરેન્દ્ર મોદીએ આટલું કહેતાં જ સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો લોકો ઊભા થઈ ગયા. પીએમ મોદીએ કહ્યુ કે, આ અભિવાદન ભારતની સંસદ અને તેના સાંસદોનું છે, જેમના કારણે આ નિર્ણય લેવાઈ શકાયો.

કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ ગુરુનાનક દેવજીના આવનારા 550માં પ્રકાશ પર્વનો પણ ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યુ કે, કરતારપુર કૉરિડોર 9 નવેમ્બરે ખુલશે, શ્રદ્ધાળુ આઝાદીથી કરતારપુર સાહિબ જઈ શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંકોકમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતાં કહ્યુ કે, ભારતમાં છેલ્લા પાંચ વર્ષમાં થયેલા ફેરફારોના કારણે જનતાએ આ વખતે મોદી સરકારનો મોટો જનાદેશ આપ્યો.આ પણ વાંચો, બેંકોકમાં પીએમ મોદીએ કહ્યું - રામની મર્યાદા અને બુદ્ધની કરુણા આપણી સંયુક્ત વિરાસત
First published: November 3, 2019, 7:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading