દિલ્હીના માલવીય નગરમાં બાબા કા ઢાબાએ જે રીતે લોકપ્રિયતા મેળવી છે. તે પછી અન્ય પણ લોકો આ રીતે મજબૂરીમાં જીવન પસાર કરી રહેલા વયોવુદ્ધોને સ્ટોરી સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યા છે. જેથી તેમને મદદ કરી શકાય. આવા જ એક વ્યક્તિ સુનિલ પાલ. 80 વર્ષીય સુનિલ પાલ એક કલાકાર છે. જેમને પરિવારે તો આ ઉંમરે જાકારો આપ્યો પણ સોશિયલ મીડિયામાં અનેક લોકો આ કલાકારની મદદ કરવા માટે હાલ આગળ આવ્યા છે.
કોલકાતાના રસ્તા પર તે પેન્ટિંગ વેચે છે. અને હવે લોકોએ તેમની મદદ માટે હાથ લંબાળ્યો છે. ટ્વિટર પર આરિફ શેખ નામના એક યુવકે તેના એકાઉન્ટ દ્વારા 80 વર્ષીય આર્ટીસ્ટ વિષે જાણકારી આપી હતી. આરીફે જણાવ્યું કે આ વયોવુદ્ધ આર્ટીસ્ટનું નામ સુનિલ પાલ છે. તે કોલકાતાના ગોલ પાર્કમાં એક્સિસ બેંકની બહાર પેન્ટિંગ વેચે છે.
This is an artist, Sunil Pal. He sells his paintings in Kolkata, Gol Park near Axis bank. He is in his 80's & has been abandoned by children. He's struggling to have customers. His work cost only around 50-100 Rs.
If this is the fate of India’s traditional artist then we need to pause and look in history the many things India has been denied in 40+years of Congress rule
આરીફે તે પણ જાણકારી આપી કે સુનીલ પાલને તેમના બાળકોએ ઘરથી નીકાળી દીધા છે. તેવામાં તે પેન્ટિંગ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે. પણ ખૂબ જ ઓછા લોકો તેમની પેન્ટિંગ ખરીદતા હોવાના કારણે તે આર્થિક સંકડામણ અનુભવે છે. સુનીલ પાલના પેન્ટિંગની કિંમત 50 થી 100 રૂપિયાની વચ્ચે છે. ત્યારે આરીફે લોકોને અપીલ કરી છે કે તેમની પેન્ટિંગ લોકો ખરીદે.
આરીફે જણાવ્યું કે સુનીલ પાલ પોતાની પેન્ટિંગ વેચવા અહીં શનિવાર અને બુધવારે આવે છે. જો કે આ જાણકારી સોશિયલ મીડિયામાં બહાર આવતા લોકો તેમની મદદ માટે આગળ આવ્યા છે. એક યુઝર્સે લખ્યું કે શું અમે તેમને કોઇ ઇ કોર્મસ સ્ટોસ ખોલી આપી શકીએ છીએ. જ્યાં તે પોતાની પેન્ટિંગ વેચે. તો બીજા એક યુઝરે કહ્યું કે હું તેમના ઇ કોર્મસને આગળ વધારવામાં તેમની મદદ કરવા તૈયાર છું. અન્ય એક યુઝરે કહ્યું કે તેમને સ્માર્ટફોન ગિફ્ટ કરો જેના દ્વારા તે પોતાની પેન્ટિંગ વેચી શકે.
આમ હવે સુનિલ પાલની સ્ટોરી સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી એક પછી એક અનેક લોકો અલગ અલગ રીતે તેમની સહાય કરવા માટે આગળ આવ્યા છે. અને બાબા ના ઢાબાને જેમ આ વયોવુદ્ધ કલાકારના પણ સારા દિવસો આવી શકે છે.
Published by:Chaitali Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર