અધિકારીઓના હવાલેથી રવિવાર રાતે અમેરિકી રાજ્ય મેરીલેન્ડમાં મોન્ટગોમરી કાઉંટીના વિજળી તારમાં એક નાનુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે, દુર્ઘટનામં કોઈનો જીવ ગયો હોવાની સૂચના હજૂ સુધી મળી નથી.
અમેરિકાના મોન્ટગોમરી કાઉંટ, મેરીલેન્ડમાંથી એક ભયંકર તસ્વીર સામે આવી છે. સ્થાનિક સમય અનુસાર રવિવારે સાંજે મોન્ટગોમરી વિલેજમાં એક નાનું વિમાન વિજળીના તાર સાથે ટકરાઈ ગયા બાદા મોન્ટગોમરી કાઉંટી, મેરીલેન્ડમાં હજારો ઘરોની બત્તી ગુલ થઈ ગઈ હતી. લગભગ 85000 ઘરની લાઈટ ગાયબ થઈ ગઈ હતી.
ખરાબ હવામાનના કારણે બેલેન્સ ખરાબ થયું
લોકલ મીડિયા અનુસાર, અધિકારીઓના હવાલેથી રવિવાર રાતે અમેરિકી રાજ્ય મેરીલેન્ડમાં મોન્ટગોમરી કાઉંટીના વિજળી તારમાં એક નાનુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જો કે, દુર્ઘટનામં કોઈનો જીવ ગયો હોવાની સૂચના હજૂ સુધી મળી નથી. વિમાન રોથબરી ડો એન્ડ ગોશેન રોડના એરિયામાં વિજળીના તારમાં જઈને ફસાઈ ગયું હતું. તેનાથી કાઉંટીના એક મોટા ભાગની વિજળી ગાયબ થઈ ગઈ હતી. તેની અસર ઓદ્યૌગિક એકમો પર પણ પડી હતી. કહેવાય છે કે, આ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો હતો. હવામાન ખરાબ હોવાના કારણે પાયલટને ઉંચાઈનો ખ્યાલ ન રહ્યો. તેના કારણે આ વિમાન વિજળીના તારમાં ફસાઈ ગયું. જો કે, દુર્ઘટનાનું અસલી કારણ શું છે તેની પુષ્ટિ થઈ નથી.
A small plane with two people onboard slammed into a power transmission line in Gaithersburg, Maryland, on Sunday, the FAA and local authorities said. The plane’s occupants were unhurt but left stranded 100 feet off the ground. pic.twitter.com/whVLA6MFss
જમીનથી લગભગ 100 ફુટ ઉંચાઈ પર વિમાન પાયલટ અને બે યાત્રીઓને ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવ્યા હતા. ઈલેક્ટ્રિક પાવર કંપની પેપ્કોએ રવિવારે રાત પુષ્ટિ કરી છે કે, એક ખાનગી વિમાન રોથબરી ડ્રાઈવ અને ગોશેન રોડના ચોક નજીક કંપનીની એરિયલ ટ્રાંસમિશન લાઈન સાથે ટકરાઈ ગયું. કંપનીએ ત્યારે કહ્યું હતું કે, કિપૂરે કાઉંટીમાં લગભગ 85,000 ગ્રાહકો લાઈટ વિના બેઠા છે અને તે મોન્ટગોમરી કાઉંટી ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસિઝ સાથે મળીને વિજળી ચાલું કરવામાં લાગી ગયા છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર