Kerala Silver Line K Rail Project સામે લોકોનો ગુસ્સો વધ્યો, બે દિવસ પહેલા જ PM મોદીને મળ્યા હતા CM વિજયન
Kerala Silver Line K Rail Project સામે લોકોનો ગુસ્સો વધ્યો, બે દિવસ પહેલા જ PM મોદીને મળ્યા હતા CM વિજયન
Kerala Silver Line K Rail Project People Protest
Kerala Silver Line K Rail Project People Protest: સિલ્વર લાઇન પ્રોજેક્ટને -રેલ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કેરળ સરકાર અને રેલ્વે મંત્રાલય વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તે રાજ્યના તિરુવનંતપુરમથી કાસરગોડ વચ્ચેના 530 કિલોમીટરના વિસ્તારમાં બાંધવામાં આવશે.
કેરળમાં સિલ્વર લાઈન પ્રોજેક્ટ સામે લોકોનો ગુસ્સો વધી રહ્યો છે (Kerala Silver Line K Rail Project People Protest). આને ધ્યાનમાં રાખીને, લોકોએ શનિવારે કોટ્ટાયમ જિલ્લાના નટ્ટસેરી ખાતે કે-રેલ સિલ્વર લાઇન પ્રોજેક્ટ માટે વિરોધ કર્યો અને ખાનગી મિલકતમાં રાખેલા પથ્થરને હટાવી દીધા. કોંગ્રેસ (Congress) અને ભાજપ (BJP) સહિત વિવિધ રાજકીય પક્ષો દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય સ્થાનિક લોકો પણ તેનો વિરોધ કરી રહ્યા છે.
સિલ્વરલાઇન પ્રોજેક્ટને કે-રેલ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે કેરળ સરકાર (Keral Government) અને રેલ્વે મંત્રાલય (Railway Ministry) વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તે રાજ્યના તિરુવનંતપુરમથી કાસરગોડ વચ્ચેના 530 કિલોમીટરના વિસ્તારમાં બાંધવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ સેમી હાઈ-સ્પીડ રેલ લાઈન તૈયાર કરવાની છે.
કેરળના મુખ્યમંત્રી (Kerala CM) એ આ પ્રોજેક્ટને લઈને પીએમ મોદી (PM Modi) સાથે મુલાકાત કરી હતી
કેરળના મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયન (Kerala CM Pinarayi Vijayan) 24 માર્ચે કહ્યું હતું કે મહત્ત્વાકાંક્ષી સિલ્વરલાઈન પ્રોજેક્ટ પર વધી રહેલા વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) નું સ્ટેન્ડ પ્રોજેક્ટ વિશે સકારાત્મક હતું.
મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી હતી કે કેન્દ્ર સરકાર તરફથી આ પ્રોજેક્ટ માટે જરૂરી મંજૂરી ઝડપી ગતિએ મળી જશે. વિજયન સેમી-હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ પર ચર્ચા કરવા ગુરુવારે દિલ્હીમાં વડાપ્રધાનને મળ્યા હતા.
વિજયને બેઠક બાદ કહ્યું કે વડાપ્રધાને તેમની વાત ખૂબ જ ઉત્સાહ અને રસથી સાંભળી અને તેમનો પ્રતિભાવ ખૂબ જ સકારાત્મક હતો. "મને જણાવતા આનંદ થાય છે કે આ પ્રોજેક્ટ પર વડાપ્રધાનનું વલણ સકારાત્મક છે," મુખ્યમંત્રીએ કહ્યું. વિજયને વધુમાં કહ્યું કે, વડાપ્રધાને આશ્વાસન આપ્યું છે કે તેઓ આ મામલે રેલવે મંત્રી સાથે વિચાર કરશે.
Published by:Rahul Vegda
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર