બગદાદીને કેવી રીતે ઉતાર્યો મોતને ઘાટ? અમેરિકાએ Video જાહેર કર્યો

News18 Gujarati
Updated: October 31, 2019, 1:22 PM IST
બગદાદીને કેવી રીતે ઉતાર્યો મોતને ઘાટ? અમેરિકાએ Video જાહેર કર્યો
ઘટનાસ્થળની તસવીર

વીડિયોમાં જોઈ શકાય છે કે અમેરિકાની સ્પેશલ ફોર્સે ખૂબ જ સુનિયોજિત રીતે બગદાદીના ઠેકાણા પર હુમલો કર્યો

  • Share this:
વૉશિંગટન : દુનિયાના સૌથી ખતરનાક આતંકવાદી અને ઈસ્લામિક સ્ટેટ (IS)ના ચીફ અબુ બકર અલ-બગદાદી (Abu Bakr al Baghdadi)ને શનિવારે અમેરિકાએ મોતને ઘાટ ઉતારી દીધો હતો. હવે અમેરિકાએ આ ઓપરેશનનો વીડિયો અને તસવીર જાહેર કર્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે અમેરિકાની સ્પેશલ ફોર્સે ખૂબ જ સુનિયોજિત રીતે બગદાદીના ઠેકાણા પર હુમલો કર્યો. આ ઓપરેશન લગભગ બે કલાક સુધી ચાલ્યું.

આ વીડિયોમાં શું દર્શાવવામાં આવ્યું છે?

આ વીડિયો ડ્રોન કેમેરાથી રેકોર્ડ કરવામાં આવ્યો છે, અહીં એ પરિસર સ્પષ્ટ રીતે જોઈ શકાય છે જ્યાં બગદાદી છુપાયો હતો. જેવું અમેરિકન એરક્રાફ્ટ આ પરિસર ઉપર પહોંચે છે તેની પર હુમલા કરવામાં આવે છે. અમેરિકન સૈનિક વારંવાર લોકોને અપીલ કરે છે કે તેઓ બહાર આવી જાય. થોડીક જ ક્ષણોમાં અમેરિકન સૈનિકોએ સમગ્ર વિસ્તારને ઘેરી દીધું. ત્યારબાદ બગદાદીએ પોતાને ઉડાવી દીધી. આ દરમિયાન બે બાળકોનાં પણ મોત થયા. થોડી વાર બાદ બગદાદીનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના કમાન્ડર જનરલ ફ્રેંકે કહ્યુ કે ડીએનએ સેમ્પલ ઈરાકના કેમ્પ બુકામાં કસ્ટડી દરમિયાન 2004માં લેવામાં આવ્યો હતો. ત્યારબાદ એફ-15 ફાઇટર જેટથી તે પરિસરને ઉડાવી દેવામાં આવ્યું.


અમેરિકાના અધિકારીઓએ કહ્યું કે, આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટના ચીફ અબૂ બક્ર અલ બગદાદીનું શબ આંતરરાષ્ટ્રીય નિયમો મુજબ સમુદ્રમાં ફેંકી દેવામાં આવ્યું. આ પહેલા અલ-કાયદા ચીફ ઓસામા બિન-લાદેનનું શબ પણ સમુદ્રમાં ફેંકવામાં આવ્યું હતું.

પરિસરને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યું.


ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યુ હતું?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર ઓપરેશનને વૉશિંગટનમાં લાઇવ જોયું હતું. ત્યારબાદ તેઓએ કહ્યુ હતું કે અમેરિકન સેનાના ઓપરેશનમાં આઈએસઆઈએસ ચીફ કૂતરાની મોત માર્યો ગયો. એક ડરપોકની જેમ તેનું મોત થયું.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, અમેરિકન સેનાએ ખૂબ જ શાનદાર રીતે મિશનને પૂરું કર્યું. મેં સમગ્ર ઓપરેશન જોયું...તેમાં આપણા એક પણ જવાનને નુકસાન નથી પહોંચ્યું. તેઓએ કહ્યુ કે, અમે તેને (બગદાદીને) એક સુરંગમાં ઘેરી લીધો હતો...પોતાને ઘેરાયેલો જોઈને તેણે આત્મઘાતી જેકેટમાં વિસ્ફોટ કરી પોતાને ઉડાવી દીધો.

આ પણ વાંચો,

મુંબઈ 2050 સુધીમાં સમુદ્રમાં આટલું ડૂબી જશે, પહેલીવાર સામે આવી ચોંકાવનારી સેટેલાઇટ ઇમેજ
BJP સાંસદના દીકરાએ ઑનલાઇન મંગાવ્યો મોબાઇલ, બૉક્સમાં હતા પથ્થર!

First published: October 31, 2019, 7:42 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading