અમેરિકા : પેંટાગન પાસે મેટ્રો સ્ટેશન પર ફાયરિંગ, એક વ્યક્તિનું મોત

અમેરિકા : પેંટાગન પાસે મેટ્રો સ્ટેશન પર તાબડતોડ ફાયરિંગ (AP Photo/Andrew Harnik)

Pentagon Firing- આર્લિંગટન ફાયર ડિપાર્ટમેન્ટે કહ્યું કે વિસ્તારમાં કાર્યવાહી ચાલું છે અને તેની ટીમના ઘણા સભ્યો તેમાં ઇજાગ્રસ્ત થયા છે

  • Share this:
    વોશિંગ્ટન : અમેરિકી રક્ષા મંત્રાલય પેંટાગનમાં (Pentagon Firing)મંગળવારે તાબડતોડ ફાયરિંગની ઘટના સામે આવી છે. આ ફાયરિંગ પેંટાગનની નજીક મેટ્રો સ્ટેશન પાસે થયું છે. આ ઘટના પછી પેંટાગનના આસપાસના વિસ્તારમાં પૂરી રીતે ઘેરાબંધી કરી દેવામાં આવી છે. આર્લિંગટન ફાયર ડિપાર્ટમેન્ટે કહ્યું કે વિસ્તારમાં કાર્યવાહી ચાલું છે અને તેની ટીમના ઘણા સભ્યો તેમાં ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં એક વ્યક્તિના મોતના સમાચાર છે.

    આ ઘટના મેટ્રો પ્લેટફોર્મ પર થઇ છે જે પેંટાગન ટ્રાંજિટ સેન્ટરનો ભાગ છે, પેંટાગન પ્રોટેક્શન ફોર્સ પ્રોટેક્શન એજન્સીએ ટ્વિટ કરીને તેની જાણકારી આપી છે.

    ન્યૂઝ એજન્સી એસોસિયેટેડ પ્રેસના એક રિપોર્ટરે પેંટાગનની ઇમારત પાસે ઘણા રાઉન્ડ ફાયરિંગનો અવાજ સાંભળ્યો છે. તેના થોડાક સમય પછી અન્ય એક શોટ ફાયરનો અવાજ સાંભળ્યો હતો.

    આ પણ વાંચો - અચાનક ફાટી ગયો બેગમાં રાખેલો OnePlusનો નવો સ્માર્ટફોન, તસવીર જોઈને ઉડી જશે હોશ

    એપીના અન્ય એક રિપોર્ટરે પોલીસ દ્વારા શૂટર ચિલ્લાવવાનો અવાજ સાંભળ્યો હતો. જોકે પેંટાગન તરફથી બતાવવામાં આવ્યું છે કે પોલીસની ગતિવિધિના કારણે લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

    પેંટાગનમાં ફાયરિંગની ઘટના પછી એજન્સીના સત્તાવાર ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને બતાવવામાં આવ્યું હતું કે પેંટાગનમાં હાલ પેંટાગન ટ્રાંજિટ સેન્ટરમાં થયેલી એક ઘટના પછી લોકડાઉન લગાવવામાં આવ્યું છે. અમે લોકોને આ વિસ્તારથી બચવાની અપીલ કરીએ છીએ. જલ્દી જાણકારી શેર કરવામાં આવશે.

    થોડાક સમય પછી એજન્સીએ જણાવ્યું કે પેંટાગનથી લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે અને વિસ્તારને ખોલી દેવામાં આવ્યો છે. કોરિડોર 2 અને મેટ્રો પ્રવેશ હાલ બંધ રહેશે. કોરિડોર 3ને પગપાળા યાત્રીઓ માટે ખોલી દેવામાં આવ્યો છે.

    લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. FacebookTwitterYoutube સાથે જોડાઓ.
    Published by:Ashish Goyal
    First published: