પાકિસ્તાન ઓથોરિટીનો વિચિત્ર આદેશ- ‘ટીવી પર ગળે મળતા કે રોમેન્સ કરતા સીન ન દેખાડો’

PEMRAએ રોમેન્ટિક સીન ટીવી પર રજૂ ન કરવાનો આદેશ આપ્યો છે.

ઓથોરિટીએ જણાવ્યું કે, પાકિસ્તાની ડ્રામા (Pakistani Drama)માં સતત વધી રહેલી અશ્લીલતાને કારણે તેમને દેશભરમાંથી ફરિયાદો (complaints against such content) મળી રહી છે. પરિણામે આ પગલું લેવામાં આવ્યું છે.

 • Share this:
  લાહોર. પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરીટી (PEMRA)ની એક અજીબોગરીબ સૂચનાથી દેશમાં હંગામો થઈ ગયો છે. પેમરાએ લોકલ ટીવી ચેનલોને આદેશ આપ્યો છે કે તે પોતાના ડ્રામામાં ગળે મળતા સીન (complaints against such content) ન દેખાડે. ઓથોરિટીએ જણાવ્યું કે, પાકિસ્તાની ડ્રામા (Pakistani Drama)માં સતત વધી રહેલી અશ્લીલતાને કારણે તેમને દેશભરમાંથી ફરિયાદો (complaints against such content) મળી રહી છે. પરિણામે આ પગલું લેવામાં આવ્યું છે.

  PEMRAએ શું કહ્યું?
  પેમરાએ એક નોટીફીકેશનમાં પોતાની સંસ્કૃતિ પર ભાર મૂકતા કહ્યું કે, ‘સોસાયટીના ‘મહત્વપૂર્ણ વિભાગ’નું માનવું છે કે આ ડ્રામા પાકિસ્તાની સમાજનું સાચું ચિત્ર નથી રજૂ કરતું. નવા આદેશ મુજબ, ડ્રામામાં ‘આલિંગન આપવું, પ્રેમથી લાડ લડાવવો, લગ્નેતર સંબંધ, અશ્લીલ, બોલ્ડ કે વલ્ગર ડ્રેસિંગ, બેડ સીન અને પરિણીત કપલના રોમેન્ટિક સીન પાકિસ્તાની સમાજની ઇસ્લામી શિક્ષાઓ અને સંસ્કૃતિની વિરુદ્ધ છે.’

  ઓથોરિટીએ દરેક ટીવી ચેનલને ઇન-હાઉસ મોનિટરિંગ કમિટીના માધ્યમથી ડ્રામાના કન્ટેન્ટનો રિવ્યુ કરવા અને દર્શકો અને તેમની આશંકાઓને ધ્યાનમાં રાખતા તેને એડિટ અથવા ફેરફાર કરવાનો નિર્દેશ કર્યો છે. સાથે દરેક સેટેલાઈટ ટીવી લાયસન્સને તાત્કાલિક અસરથી ડ્રામામાં આવું કન્ટેન્ટ દેખાડવાનું બંધ કરવું પડશે.

  લોકો પેમરાના આદેશના સમર્થનમાં આવ્યા
  પાક ઓથોરિટીના આ આદેશનું ઘણાં લોકોએ સમર્થન કર્યું છે. કાનૂની અને માનવાધિકાર પેશેવર રીમા ઓમરે આ આદેશની પ્રશંસા કરી હતી. રીમાએ પેમરાની નોટીફીકેશનને ટ્વીટર પર શેર કરીને તેનો જવાબ આપ્યો હતો. તેમણે વિદેશી મૂલ્યોનો વિરોધ પણ કર્યો હતો.  રીમા ઓમરે કહ્યું કે, ‘PEMRAએ આખરે કંઈક તો સારું કર્યું. પરિણીત કપલ વચ્ચેના રોમેન્ટિક સીન અને પ્રેમ-મોહબ્બત વાળા સીન પાકિસ્તાની સમાજનું સાચું ચિત્ર રજૂ નથી કરતા. આને ‘ગ્લેમરાઈઝ’ ન કરવું જોઈએ. આપણા પર વિદેશી મૂલ્યો થોપવામાં આવી રહ્યા છે, જેની આપણે રક્ષા કરવી પડશે.’

  આ પણ વાંચો: ભારતની 25 વર્ષની યુવતીની મેક્સિકોમાં હત્યા, પોતાના બર્થ ડેની ઉજવણી માટે ગઈ હતી પણ મળ્યું મોત

  તો અમુક લોકોને આ નિર્ણય યોગ્ય નથી લાગતો. એક યુઝરે લખ્યું કે, ‘કથિત ધાર્મિક અને સંકુચિત માનસ ધરાવતા લોકોને કહી દઉં કે ભેટવું એ કોઈ સેક્સ્યુઅલ વસ્તુ નથી. આપણે પોતાની બહેન, માતા, દીકરીઓને ભેટીએ જ છીએ. તો એનો મતલબ શું છે. પાષણ યુગમાં તમારું સ્વાગત છે.’
  Published by:Nirali Dave
  First published: