Home /News /national-international /

નેન્સી પેલોસીએ વિશ્વભરના નેતાઓને ચીનમાં યોજાનારા 2022 ઓલિમ્પિકનો બહિષ્કાર કરવા હાકલ કરી

નેન્સી પેલોસીએ વિશ્વભરના નેતાઓને ચીનમાં યોજાનારા 2022 ઓલિમ્પિકનો બહિષ્કાર કરવા હાકલ કરી

વિશ્વભરમાં એકબાદ એક મહાસભા, પ્રસંગો, ખેલઉત્સવો કોરોના મહામારીને કારણે રદ્દ થઈ રહ્યાં છે. સૌથી મોટા ખેલોત્સવમાંના એક શિયાળું ઓલમ્પિક પર પણ કોરોનાના કાળા વાદળો છવાઈ રહ્યાં છે. આવતા વર્ષે 4 ફેબ્રુઆરી 2022ના રોજ ચીનમાં ચાઈના વિન્ટર ઓલિમ્પિક(China Winter Olympic 2022)નું ઉદ્ઘાટન થનાર છે. ત્યારે અમેરિકાએ ચીનમાં યોજાનાર વિન્ટર ઓલિમ્પિકનો બહિષ્કાર(Boycott) કરવાની તૈયારી કરી લીધી છે. આ વિરોધ પણ અમેરિકાની સંસદમાં ઉઠ્યો છે, જેથી વિશ્વભરે આ બાબતે વિચારવું પડશે.

કેમ વિરોધ?

ચીનમાં લઘુમતીના માનવાધિકારના ઉલ્લંઘનને પગલે અમેરિકાના પ્રતિનિધિ સ્પીકર નેન્સી પેલોસી (Nancy Pelosi)એ મંગળવારે અમેરિકાના રાજદ્વારીઓને ચીન વિન્ટર ઓલિમ્પિક 2022નો બહિષ્કાર કરવા હાકલ કરી છે.

અમેરિકન સાંસદ ઓલિમ્પિક બહિષ્કાર અથવા અન્ય સ્થળે આયોજન કરવા બાબતે બુલંદ અવાજ ઉઠાવી રહ્યાં છે. ચીનમાં યુગુર્સ અને અન્ય વંશીય લઘુમતીઓના નરસંહાર બાબતે સરકારના મૌનનો તર્ક આપતા વિદેશ મંત્રાલયે ચીની સરકાર આ વિરોધના વંટોળને ઉકસાવતતુ માન્યું છે. ડેમોક્રેટ પેલોસીએ એક દ્વિપક્ષીય કોંગ્રેસની સુનાવણીમાં જણાવ્યું કે, દુનિયાભરના રાષ્ટ્રપતિઓએ ફેબ્રુઆરીમાં યોજાનાર રમતોત્સવથી દૂર રહેવું જોઈએ.

પેલોસીએ પોતાના સૂચનના પ્રસ્તાવ પર જોડાવા માટે રાજદ્વારીઓને આહ્વાન કર્યું છે. પેલોસીએ કહ્યું કે, જ્યારે ચીનની સરકાર આ નરસંહારને આગળ વધારી રહી છે, ત્યારે ચીનમાં ઓલિમ્પિક જેવી રમતને અનુમતી આપીને આપણે જ ચીનની સરકારનો સાથ આપી રહ્યાં હોવાનો સંકેત મળે છે. તેથી આપણે સૌએ, વિશ્વને સાથે લઈને ચીનનો વિરોધ કરવો જોઈએ. ચીનમાં ઓલિમ્પિકસ રદ્દ કરીને કે પછી ચીનમાંથી અન્ય સ્થળે ઓલિમ્પિકસ ખસેડવાથી ચીન સરકારનું અપમાન નક્કી છે. પેલોસીએ ઉમેર્યું કે, ચીનમાં થઈ રહેલ લઘુમતી નરસંહાર, માનવ અધિકારનો ભંગ થવા દેતા નેતાઓને આ જ આકરો જવાબ હોઈ શકે છે.

શું છે સમગ્ર મામલો?

સંયુક્ત રાષ્ટ્ર(United Nations)ની એક સ્વતંત્ર કમિટીએ રજૂ કરેલ રીપોર્ટમાં ખુલાસો થયો હતો કે, ચીનમાં અંદાજે 10 લાખ યુગુર્સ અને અન્ય મુસ્લિમોને શિંગજેંગ વિસ્તારના કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. ચીનનો આ મુદ્દે વિરોધ થયો હતો, પરંતુ ત્યાંની સરકારે નરસંહર, ઉત્પીડન, અત્યાચરના આક્ષેપોને નકારી કાઢ્યાં હતા. જોકે, હકીકત કઈંક અલગ હતી, જે યુએનના રીપોર્ટમાં બહાર આવ્યું હતુ.

સામે પક્ષે ચીનના એમ્બેસીના પ્રવકત્તા લિયુ પેન્ગુએ કહ્યું કે આ ખોટી દલીલો છે. અમેરિકા માત્ર પોતાને મહાન બતાવવા આ પ્રકારના પાયાવિહોણા આક્ષેપો કરે છે. અમેરિકા એ જ ક્યારે માનવ અધિકારોનું પાલન નથી કર્યું.

ઉલ્લેખનીય છે કે, ચીન-અમેરિકા રણનૈતિક સ્પર્ધકો છે અને બાયડને આ સમયે ચીનને સંયુક્ત રાજ્ય અમેરિકાથી આગળ ન વધવા દેવાના સમ ખાધા છે.

જવાબદાર ઠેરવવા જ જોઈએ :

બેઠકમાં સામેલ મોટાભાગના સભ્યોએ પેલોસીના આ આહ્વાનને ટેકો આપ્યો છે અને રમતોત્સવ સ્થગિત કરવાની વાતને ટેકો આપ્યો છે. આ ઓલિમ્પિકને એક વર્ષ માટે સ્થિગત કરવા સૌ સહમત થયા છે.

સુનાવણીનું નેતૃત્વ કરનાર રિપબ્લિકન કોંગ્રેસના સભ્ય ક્રિસ સ્મિથે કહ્યું હતું કે આ ઈવેન્ટના કોર્પોરેટ સ્પોન્સર્સને કોંગ્રેસ સમક્ષ જુબાની આપવા બોલાવવા જોઈએ અને તેમને પણ જવાબદાર માનવા જોઇએ.

સ્મિથે કહ્યું કે મોટા બિઝનેસહાઉસ પૈસા કમાવવા માંગે છે અને યજમાન રાષ્ટ્ર ગમે તે કરે ભલે ને નરસંહાર હોય તો પણ તેમને વાંધો નથી. માત્ર કમાણી જ તેમનો ઉદ્દેશ્ય છે.

ડેમોક્રેટિક કોંગ્રેસના સભ્ય જિમ મેકગોવર્ને કહ્યું કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિને સમય આપવો જોઇએ કે તેઓ એવા દેશમાં રમતને સ્થળાંતર કરી શકે, જ્યાંની સરકાર અત્યાચાર નથી કરતી.

જો આપણે કોઈ મહામારી-રોગચાળાને કારણે એક વર્ષ સુધી ઓલિમ્પિક મુલતવી રાખી શકીએ તો આપણે નરસંહાર માટે ઓલિમ્પિક્સને એક વર્ષ માટે ચોક્કસથી મુલતવી રાખી શકીએ છીએ. મેકગોવરને પોતાની વાત રજૂ કરવા કોરોનાને કારાણે જાપાન અને IOC દ્વારા ટોક્યોમાં 2020ની ઉનાળું રમતોને સ્થગિત કરવાનો દાખલો આપ્યો હતો.

એક બાદ એક બેઇજિંગમાં ઓલિમ્પિકસ ગેમ્સના બહિષ્કારનાની માંગ વધી રહી છે.જોકે બેઈજિંગના ઓલિમ્પિકમાં પ્રતિસ્પર્ધા કરતા અમેરિકાના સમર્થકોનું કહેવું છે કે એથલીટોને દંડવું યોગ્ય નથી અને આ રમતો જ અમેરિકાને તેમનું ટેલેન્ટ વૈશ્વિક સ્તરે રજૂ કરવાનું મંચ પુરૂં પાડે છે. મહત્વની વાત એ છે કે વિન્ટર ઓલિમ્પિકમાં સૌથી વધુ પદકો(Medal) જીતનાર દેશ બીજું કોઈ નહીં અમેરિકા જ છે.

અમેરિકના ઓલિમ્પિક અને પેરાલિમ્પિક સમિતિના CEO સારાહ હિર્શલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે સમિત યુગુર્સ અને અન્ય મુસ્લિમો પર થતા દમનના અહેવાલોથી ચિંતિત છે અને તે બાબતે એકમત જ રાખે છે, પરંતુ આ વૈશ્વિક રમતોથી અમેરિકન એથલીટોને દુર રાખવા જ એકમાત્ર જવાબ નથી થતો.
Published by:kuldipsinh barot
First published:

Tags: અમેરિકા

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन