Pegasus અને Missile System ભારત-ઇઝરાયલ ડીલના કેન્દ્રમાં હતીઃ US મીડિયાનો દાવો
પેગાસસ થકી ભારત સરકાર પર જાસુસીનો આરોપ લગાવામાં આવ્યો છે.
Pegasus spyware Missile System: પીટીઆઇ-ભાષાના જણાવ્યા અનુસાર, 'ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' (US Media report)એ જણાવ્યું હતું કે ઇઝરાઇલ (Israel)ની કંપની એનએસઓ ગ્રૂપ લગભગ એક દાયકાથી "તેના સર્વેલન્સ સોફ્ટવેરને વિશ્વભરની કાયદા-અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓને વેચી રહી છે."
ન્યૂયોર્ક. ઇઝરાયલના સ્પાયવેર પેગાસસ (Pegasus) અને મિસાઇલ સિસ્ટમ (Missile System) ભારત અને ઇઝરાયલ (India Israel 2017 defence deal) વચ્ચે 2017માં થયેલા લગભગ 2 અબજ ડોલરના શસ્ત્રો અને ગુપ્તચર ઉપકરણોના સોદાના "કેન્દ્રબિંદુ" હતા. અમેરિકાના દૈનિક અખબાર ન્યૂયોર્ક ટાઇમ્સે એક રિપોર્ટમાં આ દાવો કર્યો છે. ગયા વર્ષે જ્યારે એ વાત સામે આવી હતી કે કેટલીક સરકારોએ એનએસઓ ગ્રુપના પેગાસસ સોફ્ટવેરનો કથિત રીતે ઉપયોગ કરીને ભારત સહિત અનેક દેશોના પત્રકારો, માનવાધિકાર સંરક્ષકો, રાજકારણીઓ અને અન્યોની જાસૂસી કરી હતી. આનાથી ગોપનીયતાના મુદ્દાઓ અંગે ચિંતા ઉભી થઈ હતી.
ધ ન્યૂયોર્ક ટાઇમ્સે 'ધ બેટલ ફોર ધ વર્લ્ડઝ મોસ્ટ પાવરફુલ સાયબરવેપોન' શીર્ષક હેઠળના અહેવાલમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલી કંપની એનએસઓ ગ્રૂપ લગભગ એક દાયકાથી "તેના સર્વેલન્સ સોફ્ટવેરને વિશ્વભરની કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓને વેચી રહી છે" અને આ દાવા સાથે કે તેઓ જેવું કામ કરી શકે છે તેવું બીજું કોઈ પણ કરી શકશે નહીં.
રિપોર્ટમાં જુલાઈ 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈઝરાયેલ યાત્રાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતના કોઈ પણ પ્રધાનમંત્રીએ ઈઝરાયલની આ પ્રથમ મુલાકાત લીધી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લગભગ 2 અબજ ડોલરના ભારત-ઇઝરાઇલ શસ્ત્રો અને ગુપ્તચર ઉપકરણોના સોદામાં સ્પાયવેર પેગાસસ અને મિસાઇલ સિસ્ટમ "કેન્દ્રિય બિંદુઓ" હતા.
ગયા વર્ષે, લોકોને દેખરેખ માટે ટાર્ગેટ કરવા માટે ભારતમાં ઇઝરાયેલના સ્પાયવેર પેગાસસના ઉપયોગને લઈને વિવાદ ઉભો થયો હતો. ઑક્ટોબરમાં, સુપ્રીમ કોર્ટે, આ મામલાની તપાસ માટે 3-સદસ્યની સ્વતંત્ર નિષ્ણાત સમિતિની રચના કરી, કહ્યું કે સરકાર જ્યારે પણ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ હોય ત્યારે પ્રશ્નોને ટાળી શકતી નથી.
આ દરમિયાન, ઇઝરાયલે ગયા વર્ષે નવેમ્બરમાં પેગાસસ વિવાદથી પોતાને દૂર કરી, જ્યારે યુએસએ સ્પાયવેર નિર્માતા એનએસઓ ગ્રૂપને બ્લેકલિસ્ટ કર્યું હતું. ઈઝરાયેલે કહ્યું હતું કે તે એક ખાનગી કંપની છે અને તેને ઈઝરાયેલ સરકારની નીતિઓ સાથે કોઈ લેવાદેવા નથી.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર