વૉશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)નું કહેવું છે કે અમેરિકામાં આવતા બે સપ્તાહમાં કોરોના વાયરસ (Coronavirus)થી મરનારાઓની સંખ્યામાં ભારે વધારો થઈ શકે છે. જેથી ટ્રમ્પે સોશિયલ ડિસ્ટન્સિંગ ગાઇડલાઇનને આગામી 30 એપ્રિલ સુધી વધારી દીધી છે. ટ્રમ્પ મુજબ, 1 જૂન સુધી તમામ વસ્તુ પાટા પર આવી જશે, આ પહેલા તેઓએ અનુમાન લગાવ્યું હતું કે ઈસ્ટર સુધી તમામ વસ્તુ ઠીક થઈ જશે.
એક લાખ મોત!
ટ્રમ્પનું માનવું છે કે અમેરિકામાં એક લાખથી વધુ લોકોનાં મોત થઈ શકે છે. તેઓએ કહ્યું કે જો આ આંકડો એક લાખ સુધી સમિત રહે છે તો પછી તેનો અર્થ એ છે કે આપણે તેને રોકવા માટે સારું કામ કર્યું છે.
‘1 જૂન સુધીમાં આ સંકટમાંથી અમેરિકા બહાર આવી જશે‘
અમેરિકા આ સંકટમાંથી 1 જૂન સુધીમાં બહાર આવી જશે, દેશવાસીઓને આવું આશ્વસન આપતાં ટ્રમ્પે સંવાદદાતાઓને કહ્યું કે, બે વરિષ્ઠ જન સ્વાસ્થ્ય સલાહકારો તથા કોરોના વાયરસ પર વ્હાઇટ હાઉસ કાર્યબળના સભ્યો- ડૉ. દેબોરા બિક્સ અને ડૉ. એન્થની ફૉસીની સલાહના આધારે તેમને સામાજિક મેળાપથી અંતર સંબંધી ઉપાયોની અવધિ 30 એપ્રિલ સુધી વધારી હશે.
‘બે સપ્તાહમાં મૃત્યુ દર ખૂબ ઊંચાઈ પર પહોંચી જશે’
ટ્રમ્પે કોરોના વાયરસ પર પોતાની બીજી રોઝ ગાર્ડન પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, જે બચાવ ઉપાયોને અમે લાગુ કરી રહ્યા છીએ તે ઘણે અંશે સંક્રમણના નવા કેસ અને અસમય થઈ રહેલા મોતની સંખ્યા ઘટાડી શકે છે. તેઓએ કહ્યું કે, હું ઈચ્છું છું કે અમેરિકાના લોકો એ જાણી લે કે આપના નિઃસ્વાર્થ તથા સાહસિક પ્રયાસ દેશમાં અનેક જીવો બચાવી રહ્યા છે. તમે પરિવર્તન લાવી શકો છો. અનુમાન દર્શાવે છે કે બે સપ્તાહમાં મૃત્યુ દર ખૂબ ઊંચાઈ પર પહોંચી જશે.
ટ્રમ્પે કહ્યું કે, સામાજિક અંતરને લઈને નવા દિશા-નિર્દેશોની જાહેરાત 1 એપ્રિલે કરવામાં આવશે. તેઓએ કહ્યું કે, અમે આશા રાખી રહ્યા છીએ કે 1 જૂન સુધી આપણે આ સંકટમાંથી મુક્ત થઈ જઈશું.
નોંધનીય છે કે, કોઈ એક દેશમાં સૌથી વધુ સંક્રમિતોના કેસોના મામલે અમેરિકા પહેલા નંબરે છે. અહીં અત્યાર સુધી લગભગ સવા લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે, જ્યારે અહીં મોતનો આંકડો બે હજારને પાર કરી ગયો છે.