Home /News /national-international /

Covid 19 In India : તહેવારોના સમયમાં કોરોના ફેલાવાનો ખતરો વધ્યો, ભારત અમેરિકાને પણ પાછળ છોડી શકે છે

Covid 19 In India : તહેવારોના સમયમાં કોરોના ફેલાવાનો ખતરો વધ્યો, ભારત અમેરિકાને પણ પાછળ છોડી શકે છે

દુર્ગા પૂજા

Coronavirus Case in India : પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિસામાં દુર્ગાપૂજા એક મોટો તહેવાર છે. ગુજરાતમાં પણ નવરાત્રી મોટો તહેવાર છે. તેવામાં આ રાજ્યોમાં કોરોનાના કેસ વધવાની આશંકા વધુ છે.

    ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિતોની સંખ્યા 73 લાખ 70 હજાર 469 થઇ ચૂકી છે. સતત વધી રહેલા કેસને જોઇને તેવું લાગી રહ્યું છે કે બહુ જલ્દી ભારત કોરોના કેસમાં અમેરિકાથી આગળ નીકળી જશે અને દુનિયાના સૌથી પ્રભાવિત દેશની લિસ્ટમાં નંબર 1 પર આવી જશે. આ પાછળ મોટું કારણે તે પણ બની શકે કે દેશમાં તહેવારોની સીઝન શરૂ થઇ ગઇ છે. તેવામાં નવરાત્રી હોય કે દુર્ગાપૂજા લોકોની વધુ ભીડ થવાથી કોરોના સંક્રમણ વધી શકે છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઓડિસ્સામાં દુર્ગાપૂજા એક મોટો તહેવાર છે. એજ રીતે ગુજરાતમાં પણ નવરાત્રી એક મોટા તહેવાર છે ત્યારે આ સ્થિતિમાં આ રાજ્યોમાં કોરોના કેસ વધવાની આશંકા વધી જાય છે.

    કેરળમાં હાલમાં તેવી ઘટનાઓ થઇ છે જે જણાવે છે કે સ્થિતિ બગડી શકે છે. ઓગસ્ટના અંતમાં ઓણમના 10 દિવસનો ઉત્સવ અહીં મનાવવામાં આવે છે. જે પછી રાજ્યમાં કોરોના કેસ પાંચ ગણા વધી ગયા. પહેલા કેરળ તેવા રાજ્યોની લિસ્ટમાં પહેલા નંબર હતો જ્યાં કોરોના સંક્રમણ સૌથી ઓછું થતું હતું. કેરળના હેલ્થ સિસ્ટમના દેશભરમાં વખાણ થતા હતા.

    કોરોનાથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત પશ્ચિમ બંગાળના કેબિનેટ મંત્રી સુબ્રત મુર્ખજીએ જણાવ્યું કે મહામારીમાં શહેરી પ્રવાસીઓ દુકાન લગાવીને પૈસા કમાવાની કોઇ છૂટ નથી આપવામાં આવી. સંભવત રાજ્યમાં કોરોનાથી નહીં પણ ભુખમરાથી વધુ મોત થઇ છે. બીજી તરફ અનેક પ્રતિબંધો સાથે રાજ્યમાં દુર્ગાપંડાલ લગાવાની છૂટ આપવામાં આવી છે. સાથે જ સોશ્યલ ડિસ્ટેંસિંગ, સેનિટાઇજેશન સમેત કેન્દ્રની તમામ ગાઇડલાન્સનો પણ ખાસ ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે.

    ટીએમસી સરકારે કોરોના કાળમાં આ વર્ષે 42 ટકાથી વધુ સામુદાયિક દુર્ગા પૂજા સમારંભને અનુમતિ આપી છે. પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે. ત્યારે ચૂંટણીમાં સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસને ભાજપથી પણ મોટો પડકાર ઊભો છે.

    મીડિયા રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ 10 જિલ્લામાં 69 દુર્ગા પંડાલોનું ઓનલાઇન ઉદ્ધાટન કરી ચૂકી છે. અને આવનારા સમયમાં પણ તે ઓનલાઇન અને ઓફલાઇન ઉદ્ધાટન કરશે. જાણવા મળ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ 22 ઓક્ટોબરે કોલકાતામાં એક પૂજા પંડાલનું ઉદ્ધાટન કરી શકે છે. અને લોકોને સંબોધિત કરી શકે છે.

    વધુ વાંચો : સોલરથી જોડાયેલા 5 બિઝનેસથી કરો મોટી કમાણી, પૈસા નથી તો સરકાર કરશે મદદ

    પશ્ચિમ બંગાળમાં ચાલુ વર્ષે દુર્ગાપૂજા પર પ્રતિબંધ લગાવવા માટે કોલકાતા હાઈકોર્ટમાં એક જનહીતમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસના વધતા જતા મામલાને ધ્યાનમાં રાખીને આ વર્ષે પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા ન કરવાનો આદેશ આપવો જોઈએ. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે ડોકટરોએ જણાવ્યું છે કે ભીડને કારણે રાજ્યમાં કોરોના વાયરસની સુનામી આવી શકે છે.

    આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા દરેક દુર્ગાપૂજા સમિતિને 50 હજાર રૂપિયા આપવાનું બંધ કરવાનું પણ કહેવામાં આવ્યું હતું. આ અંગે હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે ખુલાસો માંગ્યો છે.
    Published by:Chaitali Shukla
    First published:

    Tags: Navratri, Navratri 2020, અમેરિકા, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन