આકાશ હસનઃ લોકસભા ચૂંટણી 2019 અનેક સારી-ખરાબ ઘટનાઓ માટે યાદ રહેશે. નેતાઓના વિવાવદિત નિવેદનથી લઇને હિંસાની ઘટનાઓ બની. આ હિંસમાં જમ્મુ કાશ્મીરની એક ઘટના પણ સામેલ છે. અહીં કુલગામના જંગલપોરામાં પીડીપીના કાર્યકર્તા મોહમ્મદ જમાલના પરિવારે આતંકીઓની ધમકીઓ છતાં મતદાન કરી પોતાની નૈતિક ફરજ નિભાવી.
29 એપ્રિલે અહીં મતદાન થયું, 500 ઘરની વસ્તી ધરાવતા આ ગામમાંથી માત્ર 7 મત જ પડ્યા, જેમાંથી પાંચ મત માત્ર જમાલના પરિવરમાંથી હતા, મતદાનના દિવસે જમાલની તબિયત ખરાબ હતી, જો કે તેણે તેના પરિવારજનોને મત આપવા માટે મોકલ્યા હતા.
જમાલના પરિવારએ જણાવ્યું કે ખરાબ પરિસ્થિતિઓમાં પણ તે શાંતિપૂર્ણ મતદાન કરી પરત ફર્યા હતા. પરંતુ શાંતિ થોડો સમય માટે જ રહી, મતદાનથી નારાજ આતંકીઓએ જમાલને પાંચ ગોળી મારી. બે ગોળી પેટમાં, બે હાથમાં અને 1 નાક પર. આ ઘટના 19 મેના રોજ ઇફ્તારીના દોઢ કલાક બાદ બની.
જમાલના સંબંધી તારીક અહમદ ભટે જણાવ્યું કે તેને એટલા માટે ગોળી મારવામાં આવી કારણ કે ચૂંટણીમાં તેના પરિવારજનોએ મતદાન કર્યું હતું. આ આતંકી અને સુરક્ષાદળ વચ્ચેની લડાઇ છે. આવી રીતે હત્યા કરવી ખુબ જ ખરાબ છે. પોલીસે કહ્યું કે આતંકીઓએ જમાલની હત્યાની હાલ કોઇ આતંકીઓએ જવાબદારી સ્વીકારી નથી.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર