જમ્મુ-કાશ્મીરમાં PDP, NC અને કોંગ્રેસ સરકાર બનાવવાની તૈયારીમાં

જો કે કાશ્મીરની રાજનૈતિક પાર્ટીઓને એ વાતની પણ ડર છે કે જો કલમ 35A સમાપ્ત થઇ તો તેમની પકડ નબળી પડશે. હાલ કાશ્મીર મુસ્લિમ બહુમતી વાળું રાજ્ય છે. અન્ય રાજ્યથી જો લોકો અહીં આવશે તો અહીંની સ્થાનિક રાજનૈતિક પાર્ટીઓને નુક્શાન થશે. ગત 70 વર્ષોમાં આવો કોઇ બદલાવ નથી થયો.

પીડીપી પાસે 28 ધારાસભ્ય છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ પાસે 15 અને કોંગ્રેસના 12 ધારાસભ્ય છે. ત્રણે પાર્ટીઓ પાસે કુલ મળી 44 ધારાસભ્ય છે, જે બહુમત કરતા ઘણા વધારે છે.

 • Share this:
  જમ્મુ-કાશ્મીરમાં પીડીપી, કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સમાં સરકાર બનાવવા મુદ્દે વાતચીત ચાલી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પીડીપીના ધારાસભ્યોને તોડવા માટે બીજેપીની કોશિસને જોતા આ પગલું ભરવામાં આવી શકે છે. બીજેપી તોડેલા ધારાસભ્યોની મદદથી પોતાના સહયોગી સજ્જાદ લોનની પાર્ટી પીપલ કોન્ફરન્સના નેતૃત્વમાં સરકાર બનાવવાની કોશિસ કરી રહી છે.

  ગઠબંધનની વાતચીત હેઠળ પીડીપી અને કોંગ્રેસ મળીને સરકાર બનાવી શકે છે. જ્યારે નેસનલ કોન્ફરન્સ તેને બહારથી સમર્થન આપી શકે છે. પીડીપી અને કોંગ્રેસ 2002થી 2007 વચ્ચે પણ મળીને રાજ્યમાં સરકાર બનાવી ચુકી છે. એ પણ જોવાનું રસપ્રદ રહેશે કે, બીજેપીને સત્તાથી દુર રાખવા માટે એક-બીજાની એકદમ વિરોધી માનવામાં આવતી પાર્ટી નેશનલ કોન્ફરન્સ અને પીડીપી એક સાથે આવી રહી છે.

  પીડીપી પાસે 28 ધારાસભ્ય છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ પાસે 15 અને કોંગ્રેસના 12 ધારાસભ્ય છે. ત્રણે પાર્ટીઓ પાસે કુલ મળી 44 ધારાસભ્ય છે, જે બહુમત કરતા ઘણા વધારે છે. નેશનલ કોન્ફરન્સના સૂત્રોએ જણાવ્યું કે, તે ગઠબંધન સરકારમાં ભાગીદાર નહી બને, પરંતુ તેમને બહારથી સમર્થન આપવામાં કોઈ પરેશાની નથી.

  જો આ ત્રણે પાર્ટીઓ વચ્ચે આવી કોઈ સહમતી બને છે તો, પણ મહેબુબા મુફ્તીની સીએમ બનવાની સંભાવના ખુબ ઓછી છે, જોકે, માનવામાં આવે છે કે, સરકારનું નેતૃત્વ કોઈ પીડીપી નેતાના હાથમાં જ રહેશે.

  રાજ્યમાં હાલ રાજ્યપાલ શાસન છે. 19 ડિસેમ્બરે રાજ્યપાલ લાશનની 6 મહિનાની મર્યાદા પૂરી થઈ રહી છે અને તેને હવે વધારી શકાય નહી. રાજ્યપાલ સત્યપાલ મલિકે 87 સભ્યોની વિધાનસભાને ભંગ નહી કરવાનો નિર્ણય લીધો છે. એવામાં 19 ડિસેમ્બર સુધીમાં જો કોઈ પાર્ટી સરકાર બનાવવા માટે સહમત નથી થતી તો, રાજ્યમાં રાષ્ટ્રપતિ સાશન લાવવામાં આવી શકે છે.

  તમને જણાવી દઈએ કે, પીડીપી-બીજેપી ગઠબંધનમાંથી આ વર્ષે 16 જૂને બીજેપી અલગ થઈ ગઈ છે. ત્યારથી અહીં રાજ્યપાલ સાશન છે.
  Published by:kiran mehta
  First published: