14 મહિના પછી પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તિની નજરબંદી હટાવી
મહેબુબાની ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યાના એક દિવસ પહેલા અટકાયત કરી હતી
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના (Jammu Kashmir)પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના (People Democratic Party)પ્રમુખ મહેબુબા મુફ્તિને (Mehbooba Mufti)14 મહિના નજરબંદ રાખ્યા પછી છોડવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર પ્રશાસનના પ્રવક્તા રોહિત કંસલે મંગળવારે આ જાણકારી આપી હતી. મહેબુબાની ગત વર્ષે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા પછી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યાના એક દિવસ પહેલા અટકાયત કરી હતી.
છુટકારા પછી મહેબુબા મુફ્તિના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટથી તેમની પુત્રી ઇલ્તિજા મુફ્તિએ ટ્વિટ કર્યું હતું કે જેમ કે શ્રીમતી મુફ્તિની અવૈધ અટકાયત સમાપ્ત થઈ ગઈ છે. હું તે બધાને ધન્યવાદ આપવા માંગું છું જેમણે આ મુશ્કેલ સમયમાં મારું સમર્થન કર્યું છે. હવે હુ ઇલ્તિજા તમારાથી વિદાય લઉ છું. અલ્લાહ તમારી રક્ષા કરે. મહેબુબાની અટકાયત કરાયા પછી 20 સપ્ટેમ્બર 2019થી ઇલ્તિજા તેમના ટ્વિટર એકાઉન્ટથી ટ્વિટ કરતી હતી.
As Ms Mufti’s illegal detention finally comes to an end, Id like to thank everybody who supported me in these tough times. I owe a debt of gratitude to you all. This is Iltija signing off. فی امان اﷲ May allah protect you
ઉલ્લેખનીય છે કે લગભગ એક વર્ષ કરતા વધારે સમયથી નજરબંદ મહેબુબા મુફ્તિના છોડાવવા માટે તેની પુત્રી ઇલ્તિજા સુપ્રીમ કોર્ટમાં પણ ગઈ હતી. 29 સપ્ટેમ્બરે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પૂછ્યું હતું કે કેન્દ્ર જમ્મુ કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તિને કેટલા સમય સુધી અને કયા આદેશથી અટકાયતમાં રાખવા માંગે છે.
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફ્રેન્સના નેતા ફારુક અબ્દુલા (Farooq Abdullah)અને તેમના પુત્ર ઓમર અબ્દુલાની (Omar Abdullah)પણ પબ્લિક સેફ્ટી એક્ટ અંતર્ગત અટકાયત કરી હતી. આ વર્ષે 13 માર્ચે ફારુક અબ્દુલાને અને 24 માર્ચે ઉમર અબ્દુલાને છોડવામાં આવ્યા હતા.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર