Paytmએ છેડ્યું ગુગલ પે વિરુદ્ધ યુદ્ધ, યૂજર્સના ડેટા વેચવાનો લગાવ્યો આરોપ

Paytmએ છેડ્યું ગુગલ પે વિરુદ્ધ યુદ્ધ, યૂજર્સના ડેટા વેચવાનો લગાવ્યો આરોપ
ડિઝિટલ પેમેન્ટની સેવા આપતા પેટીએમએ ગુગલ પે વિરુદ્ધ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં (NPCI) લેખિતમાં ફરિયાદ દાખલ કરી છે,

ડિઝિટલ પેમેન્ટની સેવા આપતા પેટીએમએ ગુગલ પે વિરુદ્ધ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં (NPCI) લેખિતમાં ફરિયાદ દાખલ કરી છે,

 • Share this:
  ડિઝિટલ પેમેન્ટની સેવા આપતા પેટીએમએ ગુગલ પે વિરુદ્ધ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં (NPCI) ફરિયાદ દાખલ કરી છે, જેમાં આરોપ લગાવ્યો કે ગુગલ પોતાના ગ્રાહકોના પેમેન્ટ ડેટા અનેક કંપનીઓ અને થર્ડ પાર્ટી સર્વિસ પ્રોવાઇડર્સને વેચી રહ્યું છે.

  NPCIને લખેલા પત્રમાં Paytmએ કહ્યું કે ગુગલની પોલીસ પ્રમાણે કંપની ભારતીય ગ્રાહકોના પેમેન્ટ ડેટા પોતાના એડવર્ટાઇઝમેન્ટ બિઝનેસ માટે ઉપયોગ કરી રહ્યું છે. તથા અનેક કંપનીઓ તથા થર્ડ પાર્ટી સાથે પણ શેર કરી રહ્યું છે, જે ગ્રાહકોના પ્રાઇવેસીના વિરુદ્ધમાં છે. પત્રમાં એ પણ જણાવ્યું કે ગુગલની પ્રાઇવેસી પોલીસ પ્રમાણે કંપની વિજ્ઞાપન અને પ્રમોશન માટે યૂઝર્સના પર્સનલ ડેટા ક્લેક્ટ કરી સ્ટોર કરે છે, તેનો ઉપયોગ કરી તેને ડિસક્લોઝ પણ કરે છે.  મનીકંટ્રોલના ન્યૂઝ પ્રમાણે તેમની પાસે પેટીએમ દ્વારા લખેલા પત્રની કોપી છે જેને તેઓએ ગુગલને મોકલ્યો છે અને કેટલાક સવાલો કર્યા છે, મેલનો જવાબ આપતા ગુગલના પ્રવક્તાએ કહ્યું કે ગુગલ કોઇ પણ UPI ટ્રાંસેક્શનના ડેટા મોનેટાઇઝેશન જેમ જાહેરાત માટે ઉપયોગ નથી કરતું.

  જો કે આ સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું કે GOOGLE PAY યૂઝર્સના ડેટા ટ્રાંઝેક્શન અથવા ફરી ગુગલ પેની સર્વિસના પ્રોવાઇડ કરવા માટે તેના ઓથરાઇઝ્ડ પાર્ટનર્સ સાથે શેર કરે છે, પ્રવક્તાએ કહ્યું કે યૂઝર્સના ડેટા બેંક, UPI સર્વિસ આપનારી બેંક, બિલ એગ્રીગેટર્સ, ગુગલ પે પર સ્થિત મર્ચટ્સ જેનાથી યુઝર ટ્રાંઝેક્શન કરે છે. અને કોઇ સર્વિસનું બિલ આપે છે તેના જ ડેટા શેર કરવામાં આવે છે. આ જાણકારી સંપૂર્ણ રીતે નિયમોને આધિન શેર કરવામાં આવે છે.
  Published by:Sanjay Vaghela
  First published:September 21, 2018, 17:14 pm

  ટૉપ ન્યૂઝ