Home /News /national-international /

Paytm ફાઉન્ડર વિજય શેખર શર્માની દિલ્હીમાં થઈ હતી ધરપકડ, DCPની કારને મારી હતી ટક્કર, જાણો આખો મામલો

Paytm ફાઉન્ડર વિજય શેખર શર્માની દિલ્હીમાં થઈ હતી ધરપકડ, DCPની કારને મારી હતી ટક્કર, જાણો આખો મામલો

પેટીએમ (Paytm)ના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્મા

Paytm Founder Arrested: આ ઘટના 22 ફેબ્રુઆરીની છે. દક્ષિણ દિલ્હીના DCP બેનિતા મેરી જેકરની ગાડીમાં કાર અથડાવાના મામલે તેમના ડ્રાઇવર કોન્સ્ટેબલ દીપક કુમારે વિજય શેખર શર્મા વિરુદ્ધ એફઆઈઆર (FIR) કરી હતી.

    નવી દિલ્હી. પેટીએમ (Paytm)ના ફાઉન્ડર અને સીઈઓ વિજય શેખર શર્મા (Vijay Shekhar Sharma)ની ડીસીપી સાઉથ દિલ્હીની ગાડીમાં પોતાની કારથી ટક્કર મારવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટના ફેબુઆરી મહિનાની છે. વિજય શેખર શર્માને આઈપીસીની કલમ 279 (સ્પીડમાં અને બેદરકારીથી ગાડી ચલાવવા મામલે) હેઠળ અરેસ્ટ કરવામાં આવ્યા હતા.

    આ ઘટના 22 ફેબ્રુઆરીની છે. દક્ષિણ દિલ્હીના ડીસીપી (DCP) બેનિતા મેરી જેકરની ગાડી સાથે કાર અથડાવાના મામલે તેમના ડ્રાઈવર કોન્સ્ટેબલ દીપક કુમાર દ્વારા વિજય શેખર શર્મા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. એફઆઈઆર મુજબ, દિલ્હીના અરવિંદો માર્ગ પર ધ મધર્સ ઈન્ટરનેશનલ સ્કૂલની બહાર ડીસીપીના વાહનને એક જગુઆર લેન્ડ રોવરે (Jaguar Land Rover) ટક્કર મારી હતી, જે કથિત રીતે પેટીએમના સીઈઓ (Paytm CEO) વિજય શેખર શર્મા ચલાવી રહ્યા.

    આ પણ વાંચો: કારમી હાર બાદ કોંગ્રેસમાં આજે થઇ શકે છે મોટો બદલાવ, 4.00 વાગ્યે CWCની બેઠક

    દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ કહ્યું કે વિજય શેખર શર્મા (Paytm CEO Vijay Shekhar Sharma)ની પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને પછી જામીન પર છોડવામાં આવ્યા હતા. કોન્સ્ટેબલ દીપક કુમારના જણાવ્યા અનુસાર તેમની ડ્યુટી ડીસીપી (જેકર) સાથે હતી. તે 22 ફેબ્રુઆરીની સવારે લગભગ 8 વાગ્યે ડીસીપીની ગાડી લઈને એક પેટ્રોલ પમ્પ પર ગયા હતા.

    કોન્સ્ટેબલ દીપક કુમારે પોલીસને જણાવી આખી ઘટના

    કોન્સ્ટેબલ દીપક કુમારે પોલીસને જણાવ્યું કે, ‘એક અન્ય ડ્રાઈવર, કોન્સ્ટેબલ પ્રદીપ મારી સાથે હતા. અમે ડીસીપીની ગાડી લઈને મધર્સ ઇન્ટરનેશનલ સ્કૂલ પહોંચ્યા તો ત્યાં ટ્રાફિક જામ હતો. મેં ગાડીની ઝડપ ઓછી કરી અને પ્રદીપને કહ્યું કે નીચે ઉતરીને ટ્રાફિક ક્લિયર કરાવે. હું રાહ જોઈ રહ્યો હતો અને ત્યારે જ એક જેગુઆર લેન્ડ રોવર સ્પીડમાં આવી અને સાઈડથી ડીસીપીની ગાડીને ટક્કર મારી દીધી. રજિસ્ટ્રેશન નંબર હરિયાણાનો હતો. તે વ્યક્તિ પોતાની ગાડી લઈને ભાગવામાં સફળ રહ્યો.’

    આ પણ વાંચો: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'The Kashmir Files'ના કર્યા વખાણ, ફિલ્મના મેકર્સ પીએમને મળ્યા

    કોન્સ્ટેબલ દીપક કુમારે આગળ જણાવ્યું કે, ‘અમારા વાહનને નુકસાન થયું. પ્રદીપે મને રોડની બાજુએ ગાડી પાર્ક કરવા માટે કહ્યું. અમે ડીસીપીને જાણકારી આપી, અમે તેમને જણાવ્યું કે ગાડીનો નંબર નોટ કરી લીધો છે. પછી અમે માલવીય નગર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી.’ FIRમાં દીપક કુમારે લખ્યું કે તે જેગુઆર લેન્ડ રોવર ચલાવનારને ઓળખી શકે છે.

    ગુરુગ્રામના ડીલરે પોલીસને આપી જાણકારી

    પોલીસે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટની મદદથી જેગુઆર લેન્ડ રોવર કાર અને તેના માલિકને શોધી કાઢ્યા જેણે ડીસીપી સાઉથ દિલ્હીની ગાડીને ટક્કર મારી હતી. આ કાર ગુરુગ્રામમાં જગુઆર લેન્ડ રોવર ડીલર્સ સાથે નોંધાયેલ છે. ડીલરે પોલીસને જણાવ્યું કે આ કાર ગ્રેટર કૈલાશ-2ના રહેવાસી વિજય શેખર શર્માની છે. આ પછી વિજય શેખર શર્માને માલવિયા નગર પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા, જ્યાં તેની ધરપકડ કરવામાં આવી, પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યા.
    Published by:Nirali Dave
    First published:

    Tags: National News in gujarati, Paytm, દિલ્હી પોલીસ

    આગામી સમાચાર