Home /News /national-international /શરદ પવારે કેન્દ્રને ટાર્ગેટ કર્યું, કહ્યું- શિવાજીએ કહ્યું હતું કે દિલ્હી સામે ઝૂંકવાનું નથી

શરદ પવારે કેન્દ્રને ટાર્ગેટ કર્યું, કહ્યું- શિવાજીએ કહ્યું હતું કે દિલ્હી સામે ઝૂંકવાનું નથી

શરદ પવારે કેન્દ્રને ટાર્ગેટ કર્યું.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના અધ્યક્ષ અન પૂર્વ રક્ષા મંત્રી શરદ પવારે રવિવારે કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે હાલના સમયમાં દેશની સુરક્ષા એક ગંભીર મુદ્દો છે. ચીન સાથેની સીમા પર સ્થિતિ ખરાબ છે. પાડોશી દેશે 2019માં વિવાદિત ક્ષેત્રમાં થોડું નિર્માણ કર્યું છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના અધ્યક્ષ અન પૂર્વ રક્ષા મંત્રી શરદ પવારે રવિવારે કેન્દ્ર સરકાર પર શાબ્દિક હુમલો કરતા કહ્યું કે હાલના સમયમાં દેશની સુરક્ષા એક ગંભીર મુદ્દો છે. ચીન સાથેની સીમા પર સ્થિતિ ખરાબ છે. પાડોશી દેશે 2019માં વિવાદિત ક્ષેત્રમાં થોડું નિર્માણ કર્યું છે. દેપસાંગ અને ડેમચોકમાં ચીનનું નિયંત્રણ છે. ચીનની સાથે જોડાયેલી સીમા પર તહેનાત આર્મીના સૂત્રોએ આ અંગે જણાવ્યું કે હવે અમે જૂની જગ્યા પર જઈ શકતા નથી. શરદ પવારે ચીન સાથેની સીમાના મુદ્દાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર દેશને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.

    દિલ્હીમાં એનસીપીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું

    દિલ્હીમાં આયોજીત એનસીપીના આઠમાં રાષ્ટ્રીય અધિવેશનમાં શરદ પવારે કહ્યું કે ચીનની સરખામણીમાં આપણો બુનિયાદી ઢાંચો નબળો છે. ચીનનું જાસૂસી જહાજ શ્રીલંકા જતુ રહે છે. તેમ છતાં કેન્દ્ર સરકાર કોઈ પગલા ભરતી નથી. તેમણે કહ્યું કે સરકારની નિષ્ક્રિયતાની વિરુદ્ધ સામૂહિક અવાજ ઉઠાવવાની જરૂર છે. એનસીપી ચીફ પવારે કહ્યું કે શિવાજીએ કહ્યું હતું કે દિલ્હીની ગાદીની આગળ ઝૂંકીશું નહિં. હાલ આવો જ માહોલ છે. કેન્દ્ર સરકારે સંસદમાં કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર કૃષિ કાયદા બનાવી દીધા. આ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો એક વર્ષ સુધી બેઠા હતા અને ભારત સરકાર તેમની સમસ્યાને જાણવા માટે તૈયાર નહોતી.

    આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ

    બીજેપીની સરકારે ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીનતા દેખાડી

    પવારે આરોપ લગાવ્યો કે બીજેપીની સરકારે ખેડૂતોની સમસ્યાઓ પ્રત્યે ઉદાસીનતા દેખાડી છે. પોતાના સંબોધનમાં પવારે કહ્યું કે કેટલાક સાંપ્રદાયિક તત્વ દેશ માટે ખતરો પેદા કરી રહ્યાં છે અને લધુમતી સમુદાયમાં ભય પેદા કરે છે. એનસીપીએ આવા તત્વો સામે લડવા તૈયાર રહેવું જોઈએ. ગુજરાતમાં બિલકિસ બાનો મામલામાં દોષિતોને છોડવા બાબતની ટીકા કરતા શરદ પવારે કહ્યું કે 15 ઓગસ્ટે પીએમ મોદીએ તેમના ભાષણમાં મહિલાઓના અધિકારો વિશે ઘણા સારા શબ્દો કહ્યાં હતા. જોકે બીજા જ દિવસે બીજેપીની ગુજરાત સરકારે બિલકિસ બાનોના દોષિતોની સજાને ઘટાડવાનું કામ કર્યું હતું. રાષ્ટ્રીય અધિવેશનમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર, પ્રફુલ્લ પટેલ, પીસી ચાકો, સુપ્રિયા સુલે સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: General meeting, NCP, Sharad Pawar

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन