ફાંસી ઘરમાં આ વાત કહેવા માંગતો હતો પવન જલ્લાદ, પરંતુ આ કારણે ચૂપ રહ્યો

News18 Gujarati
Updated: March 20, 2020, 8:21 AM IST
ફાંસી ઘરમાં આ વાત કહેવા માંગતો હતો પવન જલ્લાદ, પરંતુ આ કારણે ચૂપ રહ્યો
પવન જલ્લાદ ફાંસી સમયે હાજર અધિકારીઓના માધ્યમથી આ સંદેશ મોકલવા માંગતો હતો

પવન જલ્લાદ ફાંસી સમયે હાજર અધિકારીઓના માધ્યમથી આ સંદેશ મોકલવા માંગતો હતો

  • Share this:
નવી દિલ્હીઃ તિહાડ જેલ (Tihar Jail) માં ફાંસી (Hanging) નું લીવર ખેંચતા પહેલા પાંચ મિનિટ માટે પવન જલ્લાદ (Pawan Jallad) કંઈક કહેવા માંગતો હતો. ત્યાં હાજર તમામ અધિકારીઓ દ્વારા સરકાર સુધી એ સંદેશ મોકલવા માંગતો હતો. પરંતુ સાઇબર કેફે (Cyber Cafe)  ચલાવનારા તેના પડોશીએ તેને આવું કરવાની ના પાડી દીધી હતી. પવન પોતાને પણ એવું લાગ્યું કે દેશના આટલા મોટા મુદ્દે આવું કરવું તેને મુશ્કેલીમાં મૂકી શકે છે. પડોશી દિવ્યાંશુએ જણાવ્યું કે પવન જલ્લાદ પોતાની જાતિને લઈ પરેશાન છે.

આ છે પવન જલ્લાદની જાતિ સાથે જોડાયેલો મુદ્દો

નિર્ભયા ગેંગરેપ સાથે જોડાયેલા તમામ દોષિતોને ફાંસી આપનારા પવન જલ્લાદના પડોશી દિવ્યાંશુએ મેરઠથી ન્યૂઝ18ને ફોન પર જણાવ્યું કે પવન કુમાર ઢેહ છાજ જાતિનો છે. પરંતુ તેમની મુશ્કેલી એ છે કે આજ સુધી તેમની જાતિને એસ.સી.નો દરજ્જો નથી મળ્યો. આ વાતને લઈ જ્યારે જોડા સમય પહેલા કુદારતી આફતના કારણે તેમનું મકાન પડી ગયું તો તેમને કોઈ પ્રકારની સરકારી મદદ ન મળી. આટલું જ નહીં સ્કૂલ-કોલેજોમાં અભ્યાસ કરનારા બાળકોને પણ ત્યાં કોઈ ફાયદો નથી મળ્યો. તેના કારણે મજબૂરીમાં તેમને બીજા જાતિઓમાં સામેલ થવું પડે છે.

રાષ્ટ્રપતિ અને પીએમ-સીએમને લખ્યો પત્ર

સાઇબર કાફે ચલાવનારા દિવ્યાંશુ જણાવે છે કે જ્યારે પવન કુમાર જલ્લાદને કોઈ રસ્તો ન સૂઝે તો તેઓ પ્રાર્થના પત્રનો આશરો લીધો. થોડા દિવસ પહેલા જ તેઓએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પીએમ નરેન્દ્ર મોદી, યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બીજા પ્રશાસનિક અધિકારીઓને એક પત્ર લખ્યો છે. પત્રમાં ઢેહ છાજ જાતિને એસ.સી.નો દરજ્જો અને તેના લાભ આપવાની માંગ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી પત્રનો કોઈ સંતોષકારક જવાબ નથી મળ્યો.

આ પણ વાંચો, નિર્ભયાના 4 દોષિતોને ફાંસી પર લટકાવી પવન જલ્લાદે તોડ્યો પોતાના દાદાનો રેકોર્ડPM મોદીના આ અભિયાનથી પ્રભાવિત છે પવન જલ્લાદ

પવન જલ્લાદએ કહ્યું કે, પીએમ મોદીએ બેટી બચાવો, બેટી પઢાઓ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનથી દીકરીઓને ખૂબ મદદ મળી છે. હવે દીકરીઓ સાથે કંઈ પણ વાત હોય છે તો તરત જ તેની સુનાવણી થાય છે. સમાજમાં પ્ણ હવે લોકો સમજવા લાગ્યા છે કે દીકરીને બચાવીશું ત્યારે જ આપણો સમાજ પણ સુરક્ષિત રહેશે. નિર્ભયા કેસના દોષિતોને ફાંસી વિશે પવનનું કહેવું છે કે, એક દીકરીની સાથે ખોટું કામ કરનારાને ફાંસી આપીને મને લાગે છે કે વડાપ્રધાન મોદીના અભિયાન બેટી બચાવો, બેટી પઢાઓમાં મને પણ એક ડગલું ચાલવાની તક મળી છે.

આ પણ વાંચો, Nirbhaya Case: ચારેય દોષિતોને તિહાડ જેલમાં ફાંસી અપાઈ, ડૉક્ટરોએ મોતની પુષ્ટિ કરી
First published: March 20, 2020, 8:21 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading