નિર્ભયાના 4 દોષિતોને ફાંસી પર લટકાવી પવન જલ્લાદે તોડ્યો પોતાના દાદાનો રેકોર્ડ

નિર્ભયાના 4 દોષિતોને ફાંસી પર લટકાવી પવન જલ્લાદે તોડ્યો પોતાના દાદાનો રેકોર્ડ
પવન દાદા જોડેથી જ શીખ્યો જલ્લાદ બનવાના ગુણ, નિર્ભયાના દોષિતોને ફાંસી આપી તોડ્યો દાદાનો જ રેકોર્ડ

પવન દાદા જોડેથી જ શીખ્યો જલ્લાદ બનવાના ગુણ, નિર્ભયાના દોષિતોને ફાંસી આપી તોડ્યો દાદાનો જ રેકોર્ડ

 • Share this:
  મેરઠઃ નિર્ભયા કેસ (Nirbhaya Case) ના ચાર દોષિતોને ફાંસી પર લટકાવીને મેરઠ (Meerut) ના પવન જલ્લાદ (Pawan Jallad)એ પોતાના દાદા કાલૂરામનો રેકોર્ડ તોડી દીધો છે. મૂળે, કાલૂરામે એક સાથે બે દોષિતોને ફાંસી આપી હતી, બીજી તરફ હવે પવને એક સાથે ચાર દોષિતોને ફાંસી પર લટકાવી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, મેરઠના રહેવાસી પવનની ચાર પેઢીઓ ફાંસી આપવાનું કામ કરે છે. પવનના પરદાદા લક્ષ્મણ રામ અંગ્રેજ સરકારના સમયમાં પરિવારના પહેલા જલ્લાદ બન્યા હતા.

  ત્યારબાદ લક્ષ્મણ રામના દીકરા અને પવનના દાદા કાલૂરામે જવાબદારી સંભાળી. દિલ્હીના જીસસ મેરી કૉલેજની સ્ટુડન્ટ્સ ગીતા ચોપડા અને તેમના ભાઈ સંજય ચોપડાની હત્યા કરનારા કુખ્યાત અપરાધી રંગા-બિલ્લાને કાલૂરામે ફાંસી પર લટકાવ્યા હતા. આ પહેલીવાર હતું જ્યારે બે લોકોને એક સાથે ફાંસી આપવામાં આવી હતી. ત્યારબાદ કાલૂરામે પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરનારા સતવંત સિંહ અને કાવતરું રચનારા કેહર સિંહને પણ ફાંસી પર ચડાવ્યા.  દાદાએ જ પવનને ફાંસી આપવાની પ્રક્રિયા શીખવાડી

  ત્યારબાદ કાલૂરામે આ કામ દીકરા મમ્મૂ સિંહને સોંપી દીધી. મમ્મૂએ છેલ્લી વાર વર્ષ 1997માં જબલપુરના કાંતા પ્રસાદ તિવારીને ફાંસી આપી હતી. ત્યારબાદ તેમનું મોત થયું. મમ્મૂના મોત પહેલા જ દાદા કાલૂરામે પોતાના પૌત્ર પવનને જલ્લાદ બનવા માટે તાલીમ આપી હતી.

  આગ્રાની જેલમાં પહેલીવાર દાદા સાથે પહોંચ્યો

  પવને જણાવ્યું કે, ફાંસી આ૫વાની કળા તેઓએ પોતાના દાદા પાસેથી શીખી. તેમની સાથે તેઓ પહેલીવાર આગ્રા જેલ ગયા હતા. આ 1998ની વાત છે. તે સમયે દાદા કાલૂરામે દુષ્કર્મના દોષી જુમ્મનને ફાંસી પર લટકાવ્યો હતો.

  આ પણ વાંચો, Nirbhaya Case: ચારેય દોષિતોને તિહાડ જેલમાં ફાંસી અપાઈ, ડૉક્ટરોએ મોતની પુષ્ટિ કરી
  Published by:News18 Gujarati
  First published:March 20, 2020, 07:14 am

  ટૉપ ન્યૂઝ