આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંન્દ્રાબાબુ નાયડુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારની ટીકા કરતા કહ્યું કે, જે રીતે પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે, ટુંક સમયમાં જ પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને આંબી જશે. પ્રતિલીટર પેટ્રોલનો ભાવ 100 રૂપિયા થઇ જશે.
ચંન્દ્રબાબુ નાયડુએ એવું પણ કહ્યુ કે, પેટ્રોલની સાથે સાથે ડોલરની સામે રૂપિયો 100 થઇ જશે એટલે કે એક ડોલરની સામે રૂપિયાનું મુલ્ય 100 થઇ જશે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં નોટબંધી વિશે આપેલા અહેવાલને ટાંકીને આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંન્દ્રબાબુ નાયડુએ કહ્યું કે, કેન્દ્ર સરકાર નોટબંધીને મેનેજ કરવામાં નિષ્ફળ રહી છે. નોટબંધીથી આપણે શું હાંસલ કર્યુ ? આપણે બેંકોની હાલત આજે જોઇ રહ્યા છીએ. મોટી નોટોને રદ કરવી જોઇએ. 2000 રૂપિયાની નોટનો મતલબ શું છે? મોદી સરકાર નોટબંધીને મેનેજ કરવામાં નિષ્ફળ રહી. ડિજીટલ કરન્જી સામે મને કોઇ વાંધો નથી. પણ ચલણી નોટો અને ડિજીટલ કરન્જી લચ્ચે બેલેન્સ હોવુ જોઇએ”.
ચંન્દ્રબાબુ નાયડુએ કહ્યુ કે, કેસની તંગી હજુ દેશનાં ઘણા ભાગોમાં જોવા મળે છે. તાજેતરમાં જીડીપીના વિકાસના આંકડાઓ મોડી સરકારની સફળતા નથી પણ લોકોની તાકાતનું પરિણામ છે. મોદીની સરકાર કેન્દ્રમાં સત્તા પર આવી પછી દેશનો વિકાસ ઘટ્યો. દેશમાં હજુ ભ્રષ્ટાચાર કેમ છે ? મોદીને સત્ય વિશે બોલવાનો કોઇ અધિકાર નથી”.
ચંન્દ્રબાબુ નાયડુએ કહ્યુ કે, તેમના શાસન દરમિયાન આંધ્રપ્રદેશમાં પાણીનાં સ્તર ઉંચા લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. અમારા આ પ્રયત્નોના ફળ હવે મળી રહ્યા છે. 12 નવા પ્રોજેક્ટોના લોકાર્પણની તૈયારીએ થઇ રહી છે.”
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર